GSTV

HCના જજે PM મોદીને પત્ર લખી કહ્યુ, જજોની નિમણૂંકમાં થાય છે પરિવારવાદ-જાતિવાદ

અલ્હાબાદ હાઈકોર્ટના જજ રંગનાથ પાંડેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ફરિયાદ પત્ર લખ્યો છે. તેમણે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં જજોની નિમણૂંક દરમ્યાન વંશવાદ અને જાતિવાદનો આરોપ લગાવ્યો છે. જસ્ટિસ પાંડેએ પત્ર લખ્યો છેકે, લોકતંત્રના 3 સ્તંભોમાંથી સર્વાધિક મહત્વપૂર્ણ ન્યાયપાલિકા વંશવાદ અને જાતિવાદથી ખરાબ રીતે ગ્રસ્ત છે.

સમાચાર એજન્સી મુજબ, તેમણે લખ્યુ હતુકે, અહીં ન્યાયાધિશોનાં પરિવારના સદસ્ય હોય તે જ આગામી ન્યાયાધિશ બનવાનું સુનિશ્વિત કરે છે. જસ્ટિસ પાંડેનું કહેવું છેકે, વિભિન્ન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક માપદંડો છે. પરંતુ સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટમાં એવી કોઈ નિશ્વિત પરીક્ષા નથી. અહીં એકજ  માપદંડ છે પરિવારવાદ અને ભાઈ-ભત્રીજાવાદ.

જસ્ટિસ રંગનાથ પાંડેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી 2019માં પૂર્ણ બહુમત પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યુ હતુકે, પીએમ મોદીએ વંશવાદના રાજકારણને ખતમ કરવાનું મહત્વપૂર્ણ કામ કર્યુ છે.

READ ALSO

Related posts

મોડેથી જાગ્યા / પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે પોતાની સરકારની જ પોલ ખોલી, ‘આપણા ત્યાં લોકોને પૂરતી તક નથી મળતી તેથી વિદેશ જાય છે’

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

વાતાવરણમાં પલટો / અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત પડશે કડકડતી ઠંડી, આટલા દિવસ સતાવશે કાતિલ ઠંડી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!