GSTV

વાંચી લેજો/ આ બેન્કના ગ્રાહક 15 ફેબ્રુઆરીથી નહીં કરી શકે કોઇ ટ્રાન્જેક્શન, પહેલાં જ પતાવી લો આ કામ

બેંક

Last Updated on February 12, 2021 by Bansari

જો તમારુ બેન્ક એકાઉન્ટ પૂર્વવર્તી અલ્હાબાહ બેન્ક (Allahabad Bank)માં છે તો આ ખબર તમારા માટે મહત્વની છે. કારણ કે અલ્હાબાદ બેન્કનું ઇન્ડિયન બેન્ક સાથે ટેક્નીકલ મર્જર થયા બાદ Allahabad Bankની શાખાઓના આઇએફએસ કોડ બદલાઇ જશે. 15 ફેબ્રુઆરી, 2021થી તમારી શાખાના જૂના IFSC કોડ કામ નહી કરે. જો કોઇ જૂના કોડનો ઉપયોગ કરશે તો પૈસા ટ્રાન્સફર નહીં થાય. જણાવી દઇએ કે 1 એપ્રિલ 2020થી અલ્હાબાદ બેન્કનું Indian Bankમાં મર્જર થઇ ચુક્યુ છે.

Indian Bank નું કહેવું છે કે આરટીજીએસ (RTGS), એનઇએફટી (NEFT), આઇએમપીએસ (IMPS) માટે IDIBથી શરૂ થતો નવો આઇએફએસસી કોડ જાણવા માટે તમારી હોમ બ્રાંચનો સંપર્ક સાધો.

કેવી રીતે મળશે IFSC કોડ

ઇન્ડિયન બેંકે પોતાના ટ્વિટર પર એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં બેન્કે ગ્રાહકોને નવો IFSC કોડ પ્રાપ્ત કરવાની પ્રોસેસ જણાવી છે. બેન્ક અનુસાર, નવો IFSC કોડ તમે બેન્કની વેબસાઇટ પર જઇને અથવા તેની નજીકની ઇન્ડિયન બેન્ક શાખાથી પ્રાપ્ત કરી શકો છો.

વેબસાઇટ પર આપવામાં આવેલી લિંક પર ગયા બાદ તમે શાખાનો જૂનો IFSC કોડ ભરો. તેને સબમિટ કર્યા બાદ તમને નવો IFSC તથા MICR કોડ પ્રાપ્ત થશે. નવો IFSC કોડ ગ્રાહક 15 ફેબ્રુઆરી,2021થી ઉપયોગ કરી શકશો.

બેન્ક

નવો IFSC કોડ મળ્યાં બાદ શું કરશો?

નવો IFSC કોડ મળ્યાં બાદ તમે તમારા ખાતામાં NEFT/RTGS/IMPS દ્વારા રકમ પ્રાપ્ત કરવા હેતુ, તમારો નવો IFSC કોડ પોતાના રેમિટર્સને આપી શકે છે.

શું છે IFSC કોડ

ઑનલાઇન ટ્રાન્જેક્શન માટે બેન્ક એકાઉન્ટ નંબર સાથે બેન્કનો IFSC એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ એડ કરવો પડે છે. IFSC કોડ 11 અંકોનો હોય છે. IFSC કોડમાં શરૂઆતના ચાર અક્ષર બેન્કના નામ દર્શાવે છે. IFSC કોડનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ દરમિયાન કરવામાં આવે છે. IFSC કોડનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેંટ (RTGS)માં કરી શકો છો.

MICR શું હોય છે?

MICR કોડને મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિક્નિશન (Magnetic Ink Character Recognition) હોય છે. જેવુ કે તમે તેના નામથી જ સમજી શકો છો. એમઆઇસીઆર કોડ ચેક પર મેગ્નેટિક ઇંકથી પ્રિન્ટ કરવામાં આવે છે. તેનાથી મુખ્ય રૂપે એક સિક્યોરિટી બારકોડની જેમ ટ્રાન્જેક્શનને પ્રોટેક્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

Read Also

Related posts

Appleની અફલાતૂન ઑફર! iPhone 13 પર મળી રહ્યું છે 46000નું તગડુ ડિસ્કાઉન્ટ, ઝડપી લો શાનદાર મોકો

Bansari

નિષ્ણાતોની સલાહ: જીન્સને મહિનામાં એક વખત અને બ્રાને અઠવાડીયામાં એક વખત ધોવો, વોશિંગ મશીનનો ઉપયોગ બંધ કરી દો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!