જો તમારું ખાતું પૂર્વવર્તી અલ્હાબાદ બેન્કમાં છે તો આ સમાચાર તમારા કામના છે. અલ્હાબાદ બેન્કની ઇન્ડિયન બેન્ક સાથે મર્જર થઇ ગયા પછી 15 ફેબ્રુઆરીથી અલ્હાબાદ બેન્કની શાખાના IFSC Code બદલાઈ ગયો છે. હવે તમારી શાખાનો IFSC Code કામ નહિ કરે. ઇન્ડિયન બેંકે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.
જણાવી દઈએ કે 1 એપ્રિલ 2020થી અલ્હાબાદ બેન્કનું Indian Bankમાં મર્જર થઇ ચૂક્યું છે. RTGS, NEFT, IMPS માટે ‘IDIB’થી શરુ થનારા પોતાનો નવો IFSC Code જાણવા માટે હોમ બ્રાન્ચમાં સંપર્ક કરો.
આ રીતે મળશે IFSC કોડ

ઇન્ડિયન બેંકે પોતાના ટ્વીટમાં ખાતાધારકોને IFSC Code પ્રાપ્ત કરવાની પ્રોસેસ જણાવી છે. બેન્ક મુજબ નવા IFSC Code મેળવવા માટે www.indianbank.in/amalgamation ટેબમાં લોગ-ઈન કરી જૂનો IFSC Code નાખો.
IFSC ફોર્મેટમાં પોતાના મોબાઈલ નંબરથી 9266801962 પર SMS કરો. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે ચુકવણી (RTGS, NEFT તેમજ IMPS) માટે 15 ફેબ્રુઆરીથી તેમજ એની આગળ પણ ‘IDIB’… થી સાહરુ થનાર ઇન્ડિયન બેન્કના IFSC Codeનો જ ઉપયોગ કરો.
આજથી બદલાઈ ગયા આ નિયમ
ઇન્ડિયન બેંકે ટ્વીટમાં કહ્યું, પ્રિય ગ્રાહક, મર્જર દરમિયાન તમારા દ્વારા આપવામાં આવેલ સહિયોગ માટે આભાર, 15 જાન્યુઆરી 2021થી પૂર્વવર્તી અલ્હાબાદ બેન્કના ગ્રાહકો માટે નવા પ્રમુખ ફેરફાર કરવામાં આવ્યા છે નોટ કરો.
- પૂર્વવર્તી અલ્હાબાદ બેન્કના IFSC Codeમાં ફેરફાર
- મોબાઈલ બેન્કિંગ એપ ’emPower’ થી હવે ‘IndOASIS’ થઇ ગયા છે
- નેટ બેન્કિંગ
- ચેકબુક તેમજ પાસબુક
6 મહિના સુધી વેલિડ રહેશે ચેક બુક

ઇન્ડિયન બેન્કએ કહ્યું કે, અલ્હાબાદ બેન્કની ચેકબુક છ મહિના સુધી વેલિડ રહેશે. બેંકે કહ્યું કે ચેકબુકના પાના ખતમ થઇ ગયા અથવા 6 મહિના સુધી જે પણ પહેલા થાય તેનો ઉપયોગ કરી શકાય છે. ઇન્ડિયન બેંકના ફોંર્મમાં નવી પાસબુક 15,02,2021 સુધી જારી કરવામાં આવશે. તમને સલાહ આપવામાં આવે છે કે તમારી હોમ બ્રાન્ચથી નવી આઈબી પાસબુક પ્રાપ્ત કરી લેવો.
Read Also
- કર્ણાટકમાં બજરંગ બલીનો જાદુ ના ચાલ્યો, તેથી ઔરંગઝેબને લઈને રાજકારણ કરી રહ્યા છે :સંજય રાઉતના ભાજપ પર પ્રહારો
- મહાસાગરો અને સમુદ્રોમાં રહેતી 91% પ્રજાતિની શોધ બાકી, માત્ર 9% દરિયાઈ જીવો વિષે જ જાણકારી મેળવી શકાઈ
- ‘હું જીવનના મુશ્કેલ સમયમાં છું’ લખીને અભિનેત્રી કાજોલે તમામ પોસ્ટ ડિલીટ કરી, સોશિયલ મીડિયામાંથી લીધો વિરામ
- અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Solo Traveling: શું તમે એકલા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો? ભૂલથી પણ ન કરો આ 6 ભૂલો