સ્પેશિયલ મેરિજેસ એક્ટ (Special Marriage Act)માં હવે ફટાફટ લગ્ન થઈ શકશે. લગ્ન માટે હવે એક મહિનાની રાહ જોવાની જરૂર રહેશે નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં જણાવ્યુ છે કે, એક મહિના સુધી લગ્ન કરનારા લોકોની તસ્વીરો નોટિસ બોર્ડ પર લગાવવાનો પ્રતિબંધ ખતમ કરવામાં આવે. કોર્ટે આ પ્રકારનો આદેશ એક હૈબિસ કાર્પ્સ એક્ટ અંતર્ગત સુનાવણી કરતા આપ્યો હતો. આ મામલામાં સફિયા સુલ્તાના નામની એક મુસ્લિમ યુવતીએ હિન્દુ બનીને પોતાના દોસ્ત અભિષેક સાથે લગ્ન કરી લીધા હતા. જો કે, સફિયાના પિતાએ તેના પતિ સાથે જતા રોકી હતી.

આ મામલાને હલ કર્યા બાદ કોર્ટે સફિયા અને અભિષેક પાસેથી જાણવા માગતા હતા કે, તેણે સ્પેશિયલ મેરિજેસ એક્ટમાં લગ્ન કેમ ન કર્યા, જેમાં નામ અને ધર્મ બદલવાની પણ જરૂર હોતી નથી. જેને પણ તેમણે જણાવ્યુ હતુ કે, સ્પેશિયલ મેરિજેસ એક્ટમાં લગ્ન માટે અરજી આપ્યા બાદ એક મહિના સુધી યુવક અને યુવતીની તસ્વીર નોટિસ સાથે મૈરિજ ઓફિસરના ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવે છે. આ નોટિસ બોર્ડમાં યુવક અને યુવતીના સરનામા સાથે પ્રચાર કરવામાં આવે છે. અને તેમાં જણાવામાં પણ આવે છે કે, આ લગ્નથી કોઈને પણ કંઈ તકલીફ હોય તો એક મહિનાની અંદર મૈરિઝ ઓફિસરનો સંપર્ક કરવો.

તેમનું કહેવુ હતું કે, આ બે રીતે તેમના માટે તે યોગ્ય નહોતું. એક તો એ કે, આ તેમની પ્રાઈવેસીનું ઉલ્લંઘન હતું. જ્યારે બીજૂ કે, આવુ કરવામાં પરિવારવાળા અને અન્ય લોકો જે આંતર્ધામિક લગ્નના વિરોધી છે, તેઓ પણ તેમાં કૂદી પડે છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….