GSTV

કુંભ મેળામાં આતંકી હુમલાનો પ્રયત્ન: તમામ આરોપીઓને 27 જુલાઇએ કોર્ટમાં રજુ થવાનો આદેશ

અલ્હાબાદમાં વર્ષ 2011માં કુંભ મેળા દરમિયાન આતંકી હુમલાનો પ્રયત્ન કરવાના મામલામાં કોર્ટે તમામ આરોપીઓને આગામી 27 જુલાઇએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. આજે એડિશ્નલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં આ કેસની સુનાવણી ટાળવામાં આવી હતી. આ ષડયંત્રનાં મુખ્ય સૂત્રધાર માસ્ટર માઇન્ડ આતંકી વલીઉલ્લાહને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.વલીઉલ્લાહને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગાઝીયાબાદ કોર્ટમાં રજુ કરાયો હતો. જો કે આજે તેમનું નિવેદન લેવામાં આવ્યું નહોતું.

વલી ઉલ્લા અને તેમનાં બે ભાઇ વસીઉલ્લા અને ઉબૈદ ઉલ્લા સામે છેલ્લા 18 વર્ષથી કેસ ચાલી રહ્યો છે. એડીજે મૃદુલ કુમાર મિશ્ર સમક્ષ 313 સીઆરપીસી (આરોપીની સાક્ષી)ની કાર્યવાહી થવાની હતી. આ કેસમાં જિલ્લા જજ સમક્ષ સત્ર પરિક્ષણને અન્ય કોર્ટમાં સ્થળાંતર કરવા માટે અરજી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કોર્ટે 27 જુલાઇ સુધી 313ની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. કોર્ટે તમામ આરોપીઓને 27 જુલાઇએ કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમિત યુવતીની દ્રઢ ઈચ્છાશક્તિ જોઈ ડૉક્ટર્સ પણ હેરાન, ખુદની હિંમતથી વાયરસને આપી માત

Ankita Trada

મુંબઈમાં કોરોનાના કારણે વધુ એક મહિલાનું મોત, પોઝિટીવ કેસની સંખ્યા 199

Pravin Makwana

કોરોના મહામારીની વચ્ચે નોર્થ કોરિયાએ ફરી કર્યુ મિસાઈલ પરીક્ષણ, આ મહીને 8 મિસાઈલો દાગી

Karan
Do NOT follow this link or you will be banned from the site!