મગરની ગ્રામજનોએ કાઢી અંતિમયાત્રા : બનાવશે મંદિર, નામ હતું ગંગારામ

150 વર્ષના મગરની મોત બાદ શોકમાં ડુબી ગયેલા છત્તીસગઢના એક ગામના લોકોએ તેની અંતિમ યાત્રા કાઢી હતી. મગર સાથે લોકોનું આ પ્રકારના ભાવનાત્મક જોડાણનો કદાચ આ પહેલો કિસ્સો હશે. છત્તીસગઠના બાબા મોહતરા નામના ગામના તળાવમાં જ વર્ષોથી રહેતા મગરને લોકો ગંગારામ કહીને બોલાવતા હતા. 150 વર્ષના મગરનુ વજન લગભગ અઢી ક્વિન્ટલ હતુ અને તે 10 ફૂટ લાંબો હતો.

મંગળવારે સવારે કેટલાક લોકો જ્યારે તળાવમાં નહાવા ગયા ત્યારે મગર મચ્છનો મૃતદેહ જોયો હતો. એ પછી વન વિભાગ અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તેનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતુ. એ બાદ મગરમચ્છની ટ્રેક્ટરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. લોકો રીતસરના રડતા પણ જોવા મળ્યા હતા. હવે લોકોએ તેનું એક મંદિર બનાવવાનુ પણ નક્કી કર્યુ છે.
ગંગારામ માટે લોકોનું કહેવું છે કે તેને તળાવ કિનારે આવેલા મંદિરના મહંતે આ નામ આપ્યુ હતુ. જ્યારે પણ મહંત તેને બોલાવતા તો તે તરીને તળાવના કિનારે આવી જતો હતો. મગરે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યુ નહોતુ. ગામના બાળકો તળાવમાં નહાવા જતા તો તે તેમની સાથે પાણીમાં મસ્તી કરતો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter