GSTV

તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સીને લઈને કેન્દ્ર સરકારે લીધો આ ચોંકાવનારો નિર્ણય

ભારતમાં તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ક્રિપ્ટો કરન્સી પર તેના મૂલ્યની અનિશ્ચિતતાના કારણે કેન્દ્રીય પ્રધાનોની એક સમિતિએ પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી દીધી છે. બે દિવસ પહેલા જ સરકારે જણાવ્યું હતુ કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ નથી. સરકારે આ વાત તેલંગાણાના નિઝામાબાદના સાંસદ દ્વારા રાજ્યસભામાં લેખિત રીતે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ અંગે પૂછાયેલા સવાલના પ્રત્યુતરમાં જણાવી હતી.

કેન્દ્રીય પ્રધાનોની સમિતિએ ક્રિપ્ટો કરન્સીની લેવડ દેવડથી સંબંધિત કોઇ પણ ગતિવિધિમાં સામેલ થવા પર દંડની વ્યવસ્થાને પણ મંજૂરી આપી છે. ગત મહિને રિપોર્ટ આવ્યો હતો કે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ અને સત્તાવાર ડિજીટલ મુદ્રા બિલ-2019ના ડ્રાફ્ટના પ્રસ્તાવ મુજબ દેશમાં ક્રિપ્ટો કરન્સીના ખરીદ વેચાણ કરનારાઓને 10 વર્ષની જેલની સજા મળશે.

READ ALSO

Related posts

UPI યૂઝર્સ સાવધાન, આ સમયે પેમેંટ કરવાથી બચો, NPCIએ કર્યા એલર્ટ…

Mansi Patel

Wow! આ આલિશાન મેન્શન હાઉસમાં વરુણ-નતાશા બંધાશે લગ્નના તાંતણે, 1 રાતનું ભાડુ જાણશો તો આંખો પહોળી થઇ જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!