GSTV

HDFC CARD: 10 હજારથી વધુનું કરશો ટ્રાંજેક્શન તો આપો આપ 9 EMIમાં કન્વર્ટ થઈ જશે, પેટ્રોલ પંપે પણ કામમાં આવશે આ કાર્ડ

Last Updated on June 18, 2021 by Karan

કેટલાય ક્રેડિટ કાર્ડ યુઝર્સને પોતાના ટ્રાંજેક્શનને ઈએમઆઈમાં કન્વર્ટ કરાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે, એચડીએફસી બેંકનું ઈઝી ઈએમઆઈ ક્રેડિટ કાર્ડમાં 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધારેના તમામ ટ્રાંજેક્શંસ તેની રીતે જ 9 મહિના માટે ઈઝી ઈએમઆઈમાં કન્વર્ટ થઈ જશે. જો નોકરી કરનારા આ કાર્ડ લેવા માગે છે, તો તેની ગ્રોસ મંથલી ઈન્કમ 10000 રૂપિયાથી વધારે હોવી જોઈએ. આ કાર્ડને એ તમામ મર્ચેન્ટ આઉટલેટમાં ઉપયોગ કરી શકાશે. જે માસ્ટરકાર્ડ સ્વિકારે છે.

આ કાર્ડના ખાસ ફિચર્સ

  • કાર્ડ હોલ્ડરને વેલકમ બેનિફિટના રૂપમાં મેમ્બરશિપ ફિસનું પેમેન્ટ કર્યા બાદ 500 કૈશ પોઈન્ટ્સ મળે છે.
  • 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે ટ્રાંજેક્શન પર 9 મહિના માટે ઈઝી ઈએમઆઈમાં કન્વર્ટ થઈ જશે. પ્રોસેસિંગ ફી 99 રૂપિયા પ્લસ જીએસટી અને વ્યાજદર 1.67 ટકા પ્રતિ માસ આપવાની થશે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ગોલ્ડ, જ્વેલરી અને ફ્યૂલ ટ્રાંજેક્શન પોતાની રીતે જ ઈએમઆઈમાં કન્વર્ટ નથી થતાં.
  • આ કાર્ડ દ્વારા PayZapp અને SmartBuy પર સ્પેંડ કરવા પર 5 ટકા કૈશબૈક મળે છે. તેના માટે ઓછામાં ઓછા 2000 રૂપિયા સિંગલ ટ્રાંજેક્શન કરવાનું રહેશે. આ કેટેગરીમાં આપ પહેલા 6 મહિના વધુમાં વધુ 1000 પ્રતિ મહિનાના હિસાબે કૈશબૈક મેળવી શકો છો. ત્યાર બાદ દર મહિને આપ વધારાના 750 રૂપિયા કૈશબૈક મેળવી શકો છો.
  • અત્યારે ઓનલાઈન સ્પેંડ પર 2.5 ટકા કૈશબૈક મળે છે. તેના માટે ઓછામાં ઓછા 2000 રૂપિયાનું સિંગલ ટ્રાંજેક્શન કરવાનું રહેશે. આ કેટેગરીમાં આપ દર મહિને 750 રૂપિયાનું કૈશબૈક મેળવી શકો છો.
  • તમામ ઓફલાઈન સ્પેંડ અને વોલેટ રિલોડ કરવા પર 1 ટકા કૈશબૈક પોઈન્ટ મળે છે. તેના માટે ઓછામાં ઓછા 100 રૂપિયા સિંગલ ટ્રાંજેક્શન કરવાનું રહેશે. આ કેટેગરીમાં આપ દર મહિને 750 રૂપિયાનું કૈશબૈક મેળવી શકો છો.
  • પેટ્રોલ પંપ પર ઓછામાં ઓછું 400 રૂપિયાનું ફ્યૂઝ પુરાવતા પેમેન્ટ જો આ કાર્ડથી કરાવશો તો એક ટકા ફ્યૂઝનો સરચાર્જ નહીં આપવો પડે. (એક બિલિંગ સાઈકિલમાં વધુમાં વધુ 250 રૂપિયાનું ફ્યૂલ સરચાર્જ માફ)
  • આ કાર્ડ એનએફસી ટેક્નોલોજીથી લૈસ છે, જેનાથી ગ્રાહકોનો ટેપ એન્ડ પેની સુવિધા મળે છે.

કાર્ડનો ચાર્જ-

  • આ કાર્ડની જોઈનિંગ ફી 500 રૂપિયા છે.
  • આ કાર્ડની રિન્યૂઅલ મેમ્બરશિપ ફી 500 રૂપિયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!