કોલેજિયન ગર્લ્સ માટે ઑલ ટાઇમ ઇન ટ્રેન્ડ : ટ્રાઉઝર એન્ડ ટૉપ

કોલેજિયન કન્યાનો મનમાનીતો ડ્રેસ હવે ઘણું ખરું પેન્ટ અને ટોપ થઈ ગયા છે. હમણાં નવરાત્રિ દરમિયાન ગરબાની પ્રેક્ટિસ વખતે જેટલી જગ્યાએ યુવતીઓને, કિશોરીઓને જોઈ તે બધી પેન્ટ અને ટોપ પહેરીને ગરબા ટ્રાયલ કરતી હતી. અમે મજાકમાં કહ્યું પણ ખરું કે હવે સ્ટેજ પર ગરબા મહોત્સવમાં ઓઢણી અને ઘાઘરા ચોળીના બદલે પેન્ટ અને ટોપ પહેરવાના શરૂ થશે તો નવાઈ નહીં!

પુરુષસમોવડી થવાની વિચારસરણી ધરાવતી સ્ત્રીઓ હવે પુરુષોના વસ્ત્રો પસંદ કરતી થઈ ગઈ છે અને તેમાં પેન્ટ સર્વસ્વીકૃત વસ્ત્ર- પરિધાન બની રહ્યું છે. 

પહેરવામાં અનુકૂળ, ગતિ અને પ્રવૃત્તિમાં આરામદાયક તથા સાડી પહેરવાની આવડતની ઝંઝટમાંથી છૂટકારો અનુભવાય તેવું પેન્ટ બધાને ગમે છે. આખુ શરીર ઢંકાઈ રહે તેવો મર્યાદાશીલ આ ડ્રેસ છે ને ચાલમાં અને  પોશ્ચરમાં ગ્રેસ આપે તેવી તેની ખુમારી છે. કોલેજ કન્યાઓ તો હંમેશા ટોપ જ વધુ પસંદ કરે છે. કોલેજીયન યુવતીઓમાં ૯૦ ટકા પેન્ટ અને ટોપ કે જર્સી ટીશર્ટ પહેરેલી દેખાશે.

પેન્ટ ગમે તે કાપડનું, રંગનું કે ડિઝાઈનનું હોય તો ચાલે, પણ ઉપરનું ટોપ ‘ટોપક્લાસ’ હોવું જોઈએ. તેની સિલાઈ તેમજ પ્રિન્ટમાં અવનવી ફેશન હોવી જોઈએ અને એ નારીત્વનો શણગાર બની જવો જોઈએ. 

(૧) પ્રિન્ટેડ પટાને આડા ગોઠવી મોટા બોટ આકારના ગળા સાથે ફૂલ સ્લીવ છે. કમર પર કસી શકાય તેવી દોરી છે જે ખેંચવાથી કમર પાતળી દેખાય છે. પાછળ હુક્સ અને પટા નીચે ચપટી લઈ સાધારણ કોડિયા જેવા ઘેર લેવાય છે. આને ‘પીસેન્ટ’ લુક ટોપ કહે છે. માથે એ જ રંગના કાપડનો સ્કાર્ફ એક નવી સ્ટાઈલ સર્જે છે.

(૨) પ્લેઈન એક જ રંગના કાપડમાંથી બનાવેલ આ ટોપ સાદુ દેખાય છે, પણ તેની સિલાઈ સુંદર છે અને ટર્ટલ નેકનું ગળું કહે છે વી આકાર ખરો, પણ કોલર ઉપરથી સાધારણ ઊભો રહે છે. તેની નીચે બીજી પટ્ટીની ગોટ વી આકારની અને કમર પર એ જ કાપડનો બેલ્ટ બાંધવાથી સાધારણ ઘેર દેખાય છે, સાદો છતાં અત્યંત આકર્ષક આ ડ્રેસ છે. હવે તો જો કે ઘણી ખરી યુવતીઓ બજારમાં મળતાં રેડીમેડ ટોપ અને ટીશર્ટ ખરીદે છે.  ]

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter