ઓસ્કર એર્વોડની જાહેરાત થવાની છે. ગણતરીની કલાકો બાકી છે. ભારતની ફિલ્મો ઓસ્કરની નજીક આવતા વેત માટે છૂટી જાય છે. પણ કેટલીક એવી ફિલ્મો છે જે ઓસ્કરની મોહતાજ નથી. ભારતની આ ફિલ્મો ઓસ્કર કરતાં પણ મોટી છે. ઓસ્કર એર્વોડ કરતા પણ લોકોનો પ્રેમ તેને વધારે મળ્યો છે. ત્યારે આવી જ કેટલીક ફિલ્મો પર નજર કરીએ.
1-ગાઈડ
દેવ આનંદ અને વહીદા રહેમાનની અમર પ્રેમ કહાની. આ ફિલ્મ વિશે એવું કહેવામાં આવતું હતું કે ડાયરેક્ટર વિજય આનંદે ગાઈડ ફિલ્મ બનાવી લીધી તો પછી હવે તે એક પણ ફિલ્મ નહીં બનાવે તો પણ ચાલશે. ખાસ દેવ આનંદ માટે પણ એવું કહેવાતું કે આ એક ફિલ્મના કારણે દેવ આનંદ અમર બની ગયા છે. ફિલ્મ આર.કે.નારાયણની નવલકથા ગાઈડ પર આધારિત હતી. જેમાં જરૂર પડ્યા તે ફેરફાર કરાતા નારાયણ નારાજ પણ થયા હતા. જો કે આજે આ ફિલ્મ ક્લાસિક ગણાય છે. તેના ગીતો પણ ક્લાસિક છે અને અભિનય પણ. ફિલ્મના ક્લાઈમેક્સે દર્શકોને અચંબામાં મુકી દીધા હતા.
2-ગર્મ હવા
ખ્યાતનામ લેખિકા ઈસ્મિત ચુગતાઈની શોર્ટ સ્ટોરી પર આ ફિલ્મ આધારિત હતી. ફિલ્મનો સ્ક્રિનપ્લે અને લેખનકાર્ય કૈફી આઝમી (શબાના આઝમીના પિતા) અને શમા ઝૈદીએ લખ્યું હતું. લેજન્ડરી એક્ટર બલરાજ સહાનીની આ છેલ્લી ફિલ્મ હતી. ફિલ્મમાં શાનદાર પોલિટિક્સ યુઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ક્લાસિકથી પણ ઉપર છે કારણ કે 40 વર્ષો બાદ પણ ફિલ્મની માફક જ સ્થિતિ હોય તેવું જોનારને લાગ્યા કરે છે.
3-કોર્ટ
ભારતની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક. મરાઠી ફિલ્મ છે. મરાઠી કાસ્ટ છે. આ ફિલ્મ ભારતના લિગલ સિસ્ટમ પર આધારિત છે. દેશના ખાસ સમુદાયોને તે પ્રભાવિત કરે છે. ફિલ્મ ઓસ્કરમાં પણ ગઈ હતી જો કે જીતી નહીં પણ આ ફિલ્મ ઓસ્કરથી પણ ઉપર છે. મરાઠી હોવા છતા આ ફિલ્મને તમામ પ્રકારની ઓડિયન્સ મળી ગઈ હતી. એક ગુજરાતી વકિલ એક મરાઠી વકિલ અને વચ્ચે ફસાયેલો એક કવિ. જે પોતાની સ્ટેજ પરની આક્રામક કવિતાના કારણે મુસીબતમાં ફસાયેલો છે. કહેવાય છે કે કોર્ટ ન જોઈ તો શું જોયું ?
4-નાયકન
તમિલ ફિલ્મ નાયકન પરથી હિન્દીમાં વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતના તસતસતા ચુંબનને ફિલ્માવનાર નાયક ફિલ્મ બની હતી. જો કે તેની ઓરિજનલ સુપરહિટથી પણ ઉપર છે. ઓરિજનલ નાયકનમાં કમલ હાસને ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની વાર્તા ડૉન વરદરાજન મુદ્દાલિયરના જીવન પર આધારિત છે. જેને ભારતની સર્વશ્રેષ્ઠ ગેંગ્સ્ટર ફિલ્મ કહેવામાં આવે છે. ફિલ્મ માટે કમલ હસનને નેશનલ એર્વોડ મળ્યો હતો. ટાઈમ મેગેઝિને તેને ઓલ ટાઈમ 100 શ્રેષ્ઠ ફિલ્મોમાં પણ સ્થાન આપ્યું હતું.
5-રંગ દે બસંતી
રાકેશ ઓમપ્રકાશ મહેરાની એ ફિલ્મ જેણે યુવાનોને દેશભક્તિના રંગે રંગી દીધા. આમિર ખાન આ ફિલ્મમાં પોતાની ટોપ ફોર્મમાં હતો. ફિલ્મમાં આમિર સિવાય કોઈ મોટી સ્ટારકાસ્ટ નહોતી. કોલેજબોયની મસ્તી હતી અને ફસ્ટ હાફ બાદ ચોટદાર ક્લાઈમેક્સે ફિલ્મને સુપરહિટ કરી નાખી. આજે પણ આ ફિલ્મ ટાઈમેલસ ક્લાસિક ગણાય છે. અને તેના ગીતો સુપરડુપર હિટ.
6-સલામ બોમ્બે
મીંરા નાયરની ફિલ્મ મધર ઈન્ડિયા બાદ ઓસ્કરની રેસમાં સૌથી નજીક પહોંચનારી ફિલ્મ. ફિલ્મની કહાની એક સર્કસમાં કામ કરત ચાંઈ પાઉં નામના છોકરાની છે. જેને ઘરે પહોંચવું છે અને 500 રૂપિયા જોઈએ છીએ એટલે તે ચાની દુકાનમાં કામ કરે છે. મુંબઈના લોઅર ક્લાસ લોકોની કહાની જે કોઈ પણ વ્યક્તિને ચોંટ આપવા માટે કાફી છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત