GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી જીતવા ભાજપ ગુજરાતની થિયરી અપનાવશે

ભાજપ શાસિત ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ ત્રણેય રાજ્યોમાં ભાજપના વર્તમાન સીએમ જ મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર રહેશે તેમ મનાય છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ ફરી રીપિટ થાય તેવી પૂરી સંભાવના છે. કોંગ્રેસના પ્રયત્નો ટૂંકા પડશે. ભાજપે આ રાજ્યોમાં સ્પષ્ટતા કરી લીધી હોવાથી આ સીએમ ફરી સીએમ પદની ખુરશી માટે જોરદાર મહેનત કરી રહ્યાં છે.

ફરી ભાજપ તક અપાશે, ગુજરાતમાં પણ આપી

ભાજપ પ્રમુખ અમિત શાહે હરિયાણાના જિંદમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે મનોહરલાલ ખટ્ટર સરકારને પાછી લાવવા માટે મતદારો તેમના પક્ષને 75 બેઠકો અપાવે. આ સાથે અમિત શાહે સંકેત આપી દીધા છે કે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વર્તમાન સીએમ જ મુખ્યમંત્રી પદ માટે પક્ષની પસંદગી રહેશે. હાલ હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને ઝારખંડમાં રઘુબર દાસ મુખ્યમંત્રી છે. ગુજરાતમાં પણ ભાજપે સીએમ રૂપાણીને જ ફરી તક આપી છે. જેનો ફાયદો ભાજપને લોકસભાની ચૂંટણીમાં થયો છે.

ત્રણે નેતાઓએ રાજ્યોમાં કૌભાંડ મુક્ત અને પ્રમાણિક સરકારો ચલાવી

પક્ષના એક નેતાએ જણાવ્યું હતું કે, ત્રણેય મુખ્યમંત્રીઓએ તેમના રાજ્યોમાં પાંચ વર્ષ શાસન કર્યું છે અને તેમનું પરફોર્મન્સ અમારા માટે ચૂંટણીનો મુખ્ય મુદ્દો હશે. ત્રણે નેતાઓએ તેમના રાજ્યોમાં કૌભાંડ મુક્ત અને પ્રમાણિક સરકારો ચલાવી છે. આથી ભ્રષ્ટાચારમુક્ત સરકારના ભાજપના દાવાને સમર્થન મળશે.

ખટ્ટર, ફડણવીસ અને દાસ ત્રણેય લોકોમાં સ્વચ્છ છબી ધરાવે છે.  આ વર્ષના અંતમાં ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપને વિશ્વાસ છે કે મોદી સરકારના તાજેતરના નિર્ણયોથી ત્રણે રાજ્યોમાં તેમનો વિજય થશે.

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!