બધા જ મુસલમાનોને પાકિસ્તાન ધકેલી દો, જજે કહ્યું સરકારે કૉર્ટ કંઈ મજાક કરવા માટે રાખી છે?

SC slams petitioner

કોર્ટ એટલે એવી વસ્તુ કે જ્યાં ન બને એટલું ઓછું. કંઈક અને કંઈક અજીબ વસ્તુ કોર્ટમાં બનતી રહેતી હોય છે. એવો જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે સુપ્રીમ કોર્ટનો. શુક્રવારે એક અરજદાર ખૂબ જ અજીબ માગ લઈને કોર્ટ પહોંચ્યો. અરજદારે દેશના મુસલમાનોને પાકિસ્તાન મોકલવા અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને ભારત લાવવાની માગણી કરી હતી. અરજદારની આ માંગ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રોહિંગ્ટન નરીમન અને વિનીત સરનની બેન્ચે કડક મિજાજમાં અરજી ફગાવી મારી અને કહ્યું કે આ શું મજાક છે?

અરજદાર સંગત સિંહ ચૌહાણ તરફથી વકીલ ચરણ લાલ સાહુએ કહ્યું કે વર્ષ 1947માં દેશની સ્વતંત્રતા સમયે વિભાજન દરમિયાન પાકિસ્તાનમાં રહી ગયેલા હિન્દુઓને પાછા ભારત લાવવામાં આવે અને ભારતમાં રહેતા મુસ્લિમોને પાછા પાકિસ્તાન મોકલવામાં આવે. આ સાંભળીને જસ્ટિસ રોહિંગ્ટન નરીમન ગુસ્સે થઈ ગયા. તેમણે ખૂબ જ કડક સ્વરમાં અરજદારને કહ્યું – આ શું મજાક છે ? શું તમે ખરેખર ગંભીરતાથી ઈચ્છો છો કે આ મુદ્દા પર સુનાવણી થાય ? તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો અને કોર્ટ સમક્ષ કઈ માગણી કરી રહ્યા છો ? અમે તમને સાંભળીશું, પરંતુ તમારી વિરુદ્ધ કડક કાયદાકીય આદેશ પણ આપીશું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter