GSTV

હિમવર્ષાથી ઢંકાયા ઉત્તર ભારતના તમામ પહાડી વિસ્તારો, કાતિલ ઠંડીથી જનજીવન ઠપ

Last Updated on January 10, 2020 by Arohi

સમગ્ર ઉત્તર ભારતના પહાડી વિસ્તારો હિમવર્ષાથી ઢંકાઈ ગયા છે. ત્યારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ ફરી સ્નોફોલ થયો છે. ભારે હિમવર્ષાના કારણે અત્ર, તત્ર સર્વત્ર બરફ છવાઈ ગયો છે. મકાનોની છત, દુકાનોની છત, વાહનો પર બરફના થર જામ્યા છે. ભારે હિમવર્ષાથી વાહનવ્યવહારને પણ અસર થઈ છે. જનજીવન ઠપ થઈ ગયુ છે.

હિમવર્ષાથી અટક્યુ જનજીવન

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા યથાવત જોવા મળી રહી છે અને તેનાથી જનજીવન જાણે કે અટકી ગયુ છે. ગુરુવારે મધરાતે ઉત્તરકાશી સહિતના વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાના કારણે ગંગોત્રી  હાઈવે મનેરીથી ગંગોત્રી સુધી બંધ છે. યમુનોત્રી હાઈવ પણ સિલ્કયારાથ ઓરછા બેન્ડ સુધી બંધ છે. ઉત્તરકાશી-લંબગાંવમોટર માર્ગ પર માનપુરથી ધૌંતરી સુધી બંધ છે. જેથી 200 થી વધુ ગામો સંપર્ક વિહોણા થાય છે. જ્યારે હર્ષિલ ઘાટીમાં ચાર ફૂટ સુધી બરફ જામી ગયો છે.

સમગ્ર નૈનિતાલમાં ભારે હિમવર્ષા

ઉત્તરાખંડના નૈનિતાલમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. જેથી સમગ્ર નૈનિતાલના કુદરતી સૌંદર્યમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડની સરયુ ઘાટીમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. ભારે હિમવર્ષાના કારણે સેંકડો પ્રવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જોકે તેમ છતાં પ્રવાસીઓમાં હિમવર્ષાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!