ગુજરાત કોંગ્રેસમાં બધુ બરાબર છે તેવું દેખાડવા બધા નેતા ચૂપચાપ એકસાથે બેસી ગયા

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત કોંગ્રેસમાં ચાલતા કકળાટની ચર્ચા વચ્ચે પાર્ટી નેતાઓએ એકજૂથ દેખાવવાનો પ્રયાસ કર્યો છે. અરવલ્લીમાં આયોજિત જન અધિકાર યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના યુવા અને વરિષ્ઠ નેતાઓની મધ્યસ્થીની જવાબદારી અહેમદ પટેલે સંભાળી હતી. જન અધિકાર યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં 70 વર્ષ કરતા ભ્રષ્ટાચાર વધ્યો છે. રાફેલએ સૌથી મોટુ કૌભાંડ છે. યુવાઓને રોજગારી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter