GSTV
India News Trending

કોંગ્રેસના તમામ મોટા નેતા સરકાર પાસેથી વારંવાર એક જ વસ્તુ માગે છે પણ નથી મળતી

india boycott pak national day

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ અને કપિલ સિબ્બલ બાદ કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ POKમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવા માગ્યા. કોંગ્રેસ નેતા KTS તુલસીએ જણાવ્યું કે, સરકારે એર સ્ટ્રાઈરના નિશાન દેશની જનતાને આપવા જોઈએ. કેટીએસ બાદ સંદીપ દીક્ષિતે પણ કહ્યું હતું કે, સરકારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો એ સારી બાબત છે પરંતુ સરકારે કરેલી કાર્યવાહીને પુરાવા તરીકે દેશની જનતા સમક્ષ રજૂ કરે.

દિગ્વિજયસિંહ બાદ એમપીના મુખ્ય પ્રધાન કમલનાથે પણ વાયુસેનાની એર સ્ટ્રાઈક અંગે સરકાર પાસે પુરાવા માગ્યા. કમલનાથે ભોપાલમાં જણાવ્યું કે, દેશની જનતાને એર સ્ટ્રાઈકના પુરાવા સરકારે આપવા જોઈએ. દેશની જનતા એર સ્ટ્રાઈકની તસ્વીર જોવા માગે છે. વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હોય તો સરકાર દેશની જનતા સમક્ષ નક્કર પુરાવા રજૂ કરે. જોકે, કમલનાથ દિગ્વિજયસિંહના ટ્વિટ અંગે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.

Related posts

દિલ્હીની AIIMS પર સાઈબર એટેકનો મામલો: હેકર્સનું પગેરું શોધવા મથામણ, NIAની ટીમ પણ તપાસમાં જોડાઈ

Kaushal Pancholi

અગ્નિવીર માટે ખાનગી નોકરીઓ માટે કોર્પોરેટ ભરતી યોજના, અદાણી-ટાટા જેવી કંપનીઓમાં તક

Kaushal Pancholi

મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહીઃ બરતરફ IAS પૂજા સિંઘલની 82.77 કરોડની સંપત્તિ ટાંચમાં, જૂનમાં થઈ હતી ધરપકડ

Kaushal Pancholi
GSTV