GSTV
Ahmedabad Trending ગુજરાત

હેલ્થ કમિટીની બેઠક / હવે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં થશે બધા ટેસ્ટ, પતિ-પત્નીના ફોટા સાથે મળશે મેરેજ સર્ટિફિકેટ

મેરેજ સર્ટિફિકેટ

મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં શહેરમાં રખડતા કુતરાના ત્રાસને અંકુશમાં લેવા સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. દસ મહિનામાં રખડતા કુતરા પકડવા તંત્રને ૩૩૪૩ ફરિયાદ મળી હતી. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં લોકો માટે તમામ ટેસ્ટ કરી શકાય એવી મશીનરી સ્થાપિત કરવા તંત્રના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. આગામી સમયમાં પતિ-પત્નીના ફોટા સાથેના મેરેજ સર્ટિફિકેટ આપવા કવાયત શરુ કરાઈ છે.

હેલ્થ કમિટીની બેઠકમાં ટોઈલેટ તોડવા અને ખાળકુવાને લગતી રજુ કરવામાં આવેલી દરખાસ્ત અનિર્ણિત રાખવામાં આવી હતી.શહેરના સાત ઝોનમાં આવેલા ૮૦ અર્બન હેલ્થ સેન્ટરોમાં પહોંચતા લોકો માટે હાલમાં અમુક પ્રકારના જ ટેસ્ટ કરવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં વધારો કરી તમામ પ્રકારના આરોગ્યને લગતા ટેસ્ટની સુવિધા વિકસિત કરવા સભ્યો દ્વારા સુચન કરાયુ હતું.

કમિટી ચેરમેનની મળેલી પ્રતિક્રીયા મુજબ,હાલમાં ફોટા વગરના મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવે છે. રાજય સરકાર મંજુરી આપશે તો આગામી સમયમાં પતિ અને પત્નીના ફોટા સાથેના મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવશે. પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડ લોકોને ઝડપથી મળે એ માટે વધુ સેન્ટરો શરૃ કરવા કમિટી બેઠકમાં સભ્યો તરફથી સુચન કરાયુ હતું.શહેરના તમામ ઝોન અને વોર્ડ વિસ્તારોમાં સફાઈને સઘન બનાવવા જરુરી મશીનરીમાં વધારો કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu
GSTV