GSTV

કેન્દ્ર સરકારના ડરના કારણે બંગાળને છોડીને તમામ રાજ્ય નવી દિલ્હીમાં NPRને લઈને થયેલી બેઠકમાં સામેલ થયા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર માત્ર બિન ભાજપ શાસિત રાજ્યોમાં જ CAAને આગળ વધારવાના પ્રયાસો કરી રહ્યાં છે. બુધવારે મમતા બેનર્જીએ ઉત્તરી બંગાળના પહાડી શહેરમાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રેલી કાઢી હતી. આ રેલીમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. પહાડી ક્ષેત્રમાં રહેતા ગોરખા અને અન્ય લોકોએ પાંચ કિલોમીટર લાંબી યાત્રામાં ભાગ લીધો અને આ દરમિયાન લોકોના હાથમાં ત્રિરંગો પણ જોવા મળ્યો હતો.

મમતા બેનર્જીએ કહ્યું કે, અમિત શાહને સ્પષ્ટ કરવું જોઈએ કે, શું કોઈ વ્યક્તિને પહેલા વિદેશી જાહેર કરવામાં આવે અને તે બાદ તેને CAA અંતર્ગત નાગરિકતા માટે આવેદનની મંજૂરી હશે. મમતાએ વધુમાં કહ્યું કે, ભાજપની આગેવાની વાળી કેન્દ્ર સરકાર ડરના કારણે બંગાળને છોડીને તમામ રાજ્ય નવી દિલ્હીમાં NPRને લઈને થયેલી બેઠકમાં સામેલ થયા હતા.

આ રેલીમાં લોકોએ પારંપરિક રંગબેરંગી પરિધાનો પહેર્યા હતા અને ઘણાં લોકો પારંપરિક વાદ્ય યંત્ર વગાડી રહ્યાં હતા. રેલીમાં નો NRC, નો CAA, નો NPRના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા અને CAA ગેરબંધારણીયના પોસ્ટર અને બેનર લખવામાં આવ્યા હતા. નાગરિકતા કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળ સરકાર સતત વિરોધ કરી રહી છે, ત્યારે 27મી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સીએએ વિરૂદ્ધ એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવશે. આ પહેલાં કેરળ અને પંજાબ વિધાનસભામાંથી સીએએ વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર થયા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

Mansi Patel

બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનનો સેક્સી અવતાર જોતા રહી જશો, વાયરલ થઇ રહી છે શાહરૂખની લાડલીની આ Hot તસવીરો

Bansari

તમામ દેશવાસીઓને કોરોનાની રસી ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે સરકાર, કેન્દ્રીય મંત્રીએ કરી આ સ્પષ્ટતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!