GSTV

એક પરીક્ષા માટે અહીં રોકી દેવામાં આવે છે ફ્લાઈટ-ટ્રેન, બેન્ક અને સ્ટોક માર્કેટ પણ…

બાળકોની પરીક્ષાને લઈને ઘણાં પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે બાળકોની પરીક્ષાને કારણે ફ્લાઈટ્સની લેન્ડિંગ રોકી દેવામાં આવી હોય, ટ્રેનો રોકવામાં આવી હોય અને બેંક વિલંબથી ખુલી હોય. આવું તમે ભલે સાંભળ્યું હોય નહીં. પણ આ સાચું છે અને દક્ષિણ કોરિયામાં આવું થયું છે. દક્ષિણ કોરિયામાં લગભગ 5.90 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ગુરુવારે બેહદ મહત્વપૂર્ણ એવી કોલેજની પ્રવેશ પરીક્ષા આપી છે. સાઉથ કોરિયામાં પરીક્ષામા ધ્યાન કેન્દ્રીત કરવામાં કોઈ મુશ્કેલી પડે નહીં તેના માટે ફ્લાઈટ્સની લેન્ડિંગ અને ટેકઓફના સમયને બદલવામાં આવ્યા હતા.

ઘણાં ટ્રેનોના ટાઈમટેબલમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે સ્ટોક માર્કેટ અને બેંક એક કલાકના વિલંબથી ખુલ્યા હતા. આની પાછળનો ઉદેશ્ય ટ્રાફિક ક્લિયર રાખવાનો હતો અને તેના કારણે સ્ટૂડન્ટ્સને પરીક્ષા સ્થળ સુધી સમયસર પહોંચાડવાનો ઈરાદો હતો. શિક્ષણ મંત્રાલયનું કહેવું છે કે કોલેજ સ્કોલેસ્ટિક એબિલિટી ટેસ્ટ એટલે કે સીસેટની પરીક્ષા નવ કલાક સુધી ચાલતી હોય છે.

આમા કોરિયન ભાષા, અંગ્રેજી, ગણિત જેવા વિષયો પણ સામેલ રહે છે. આ પરીક્ષા દ્વારા સ્ટૂડન્ટ્સના ભવિષ્ય નિર્ધારીત થાય છે. આ પરીક્ષા પાસ કર્યાબાદ જ તેમને સારી સંસ્થાઓમાં આગળ ભણવાનો મોકો મળે છે. ત્યાં સુધી કે લગ્નના સારા પ્રસ્તાવો પણ મળે છે. પરીક્ષા કરાવવાની સંપૂર્ણ જવાબદારી દક્ષિણ કોરિયાની સરકાર ઉઠાવે છે. પરીક્ષાકેન્દ્રની બહાર મોટી સંખ્યામાં શિક્ષકો, પરિવારના સદસ્યો અને અન્ય લોકો પરીક્ષા આપવા માટે સ્ટૂડન્ટ્સને પ્રોત્સાહીત કરવા માટે એકઠા થયા હતા.

  • દક્ષિણ કોરિયામાં સ્ટૂડન્ટ્સની કાળજી
  • સ્ટૂડન્ટ્સ ડિસ્ટર્બ થાય નહીં તેની વ્યવસ્થા
  • ફ્લાઈટ-ટ્રેનો રેકવામાં આવી
  • સ્ટોક માર્કેટ પણ વિલંબથી ખુલી

Read Also 

Related posts

અમદાવાદમાં કોરોનાએ કહેર વર્તાવ્યો, પશ્ચિમ વિસ્તારના આ કોમ્પલેક્ષમાં 40 કેસ સામે આવતા ફફડાટ

Nilesh Jethva

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!