GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

‘બૉક્સર’ હાર્દિક પંડ્યાના સ્ટાઇલિશ લુકની સોશિયલ મીડિયા પર ઉડી મજાક

ભારતીય ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટમાં કંઇ ખાસ નથી રહ્યું. જ્યાં બોલિંગમાં તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે તો બેટિંગની વાત કરીએ તો તેમાં પણ તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે. લોકોએ તો તેને ટીમમાંથી હાંકી કાઢવાની પણ સલાહ આપી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

આ વચ્ચે જ હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામમાં એક વિડિયો શેર કર્યો છે જેમાં તે બૉક્સિંગ કરતાં જોવા મળી રહ્યો છે. સાથે જ તે જીન્સ અને શર્ટલેસ અવતારમાં નજરે પડી રહ્યો છે. પંડ્યાનો આ લુક ખૂબ જ સ્ટાઇલિશ છે. પંડ્યાના ખરાબ પ્રદર્શનથી નારાજ લોકોને તેમનો આ અંદાજ જરાં પણ પસંદ નથી આવ્યો. તેથી લોકોએ આ વિડિયો પર કમેન્ટ કરીને તેમની મજાક ઉડાવી છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા એક લેજેન્ડ ખેલાડી સાથેની પોતાની સરખામણીથી ખુશ નથી. હાર્દિકનું કહેવું છે કે, તેની સરખામણી ભારતને વર્લ્ડ કપ જીતાડનારા લેજેન્ડ ઓલરાઉન્ડર સાથે કરવી યોગ્ય નથી પોતે જે છે તે જ તે બની રહેવા માગે છે. હાર્દિકની સરખામણી કપિલ દેવ સાથે થઇ રહી છે.

હાર્દિક પંડ્યાનું કહેવું છે, કે તે દિગ્ગજ ખેલાડી કપિલ દેવ સાથે તેની સરખામણી કરવા નથી માંગતો, એક રિપોર્ટ મુજબ, હાર્દિક ઇચ્છે છે, કે દુનિયા તેને હાર્દિકના નામથી જ ઓળખે અને તે કપિલ દેવ બનવા નથી માંગતો, ઈંગ્લેન્ડની સામે હાર્દિકએ બીજા દિવસે માત્ર 28 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. એવામાં બીજ દિવસ બાદ પંડ્યાએ તેના પ્રદશનને લઇને કહ્યુ કે, અન્ય ખેલાડી સાથે તેની તુલનાથી થાકી ગયો છું.

Related posts

અમદાવાદ- સુરત બાદ હવે વડોદરામાં સામે ઈન્જેક્શનના કાળાબજાર, દુકાનદારનું લાયસન્સ રદ કરવાની ચીમકી

Nilesh Jethva

જામરાવલમાં ભારે વરસાદને પગલે ચોતરફ તબાહીના જોવા મળ્યા દ્રશ્યો, પરિસ્થિતિ બની અત્યંત કફોડી

pratik shah

ટોસિલિઝૂમેબ ઈન્જેકશનના ભાવને લઈને વિવાદ સામે આવ્યો, કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખની વિવાદાસ્પદ જાહેરાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!