રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ, આ તારીખથી છે પરીક્ષા

માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાશે. જેને લઈને રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. શિક્ષણ બોર્ડ દ્વારા 12 વિજ્ઞાન પ્રવાહની પ્રથમ વખત પ્રેકટીકલ પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આગામી 15 થી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. જેમાં ફીજીકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયની પરીક્ષા લેવામાં આવશે. તો માર્ચમાં બોર્ડની પરીક્ષામાં કુલ 17 લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં પરીક્ષા કેન્દ્રમાં તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જે શાળામાં સીસીટીવી કેમેરા નથી ત્યાં ટેબ્લેટની મદદ લેવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter