GSTV

મોદીના બદલાયા સૂર/ પાકિસ્તાનની વાતો કરતી મહેબૂબા સાથે ગાળ્યો સૌથી વધુ સમય, નેતાઓને ‘ડિનર’ની પણ કરી ઓફર

મોદી

Last Updated on June 25, 2021 by Damini Patel

નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે બોલાવેલી બેઠક ધાર્યા કરતાં વધારે લાંબી ચાલતાં મોદીએ કાશ્મીરી નેતાઓને પોતાના ઘરે ‘ડિનર’ લેવા ઓફર કરી હતી. નેતાઓએ મોદીનો આભાર માનીને આ ઓફર ઠુકરાવી હતી અને મોદી સાથે ડિનર લેવાનું ટાળ્યું હતું.

સૂત્રોના મતે, આ બેઠક એકંદરે સારા માહોલમાં યોજાઈ હતી. બેઠકમાં કલમ ૩૭૦ તથા કલમ ૩૫ એની પુનર્સ્થાપના મુદ્દે ઉગ્રતા જોવા મળશે એવી અપેક્ષા રખાતી હતી પણ કાશ્મીરી નેતાઓએ આક્રમકતા વિના શાંતિથી અને મુદ્દાસર રજૂઆત કરી હતી.

બેઠકમાં ભાગ લેનારા નેતા પહેલેથી હોમ વર્ક કરીને આવ્યા હોય એ રીતે એક સૂરમાં રજૂઆત કરી હતી. મોદીની પહેલ માટે આભાર માનીને સૌએ મોદીને કાશ્મીરમાં નવું પ્રકરણ શરૂ કરવા વિનંતી કરી હતી.

આ બેઠક પહેલાં મોદીએ નેતાઓને પ્રેમથી આવકારીને એક હકારાત્મક માહોલ ઉભો કર્યો હતો. મોદી તમામ નેતા પાસે જઈને અંગત રીતે મળ્યા હતા અને હાલચાલ પૂછયા હતા. મહેબૂબા મુફતી સાથે લાંબી વાતચીત કરીને તેમના પરિવારના પણ ખબરઅંતર પૂછયા હતા.

Read Also

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!