GSTV

તમામ પક્ષોએ ભેગા થઈ ભાજપની કરી આકરી ટીકા, ‘લોકો હવે તેમને અસ્વીકારી રહ્યાં છે’

હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી, ત્યારે કોંગ્રેસના મોટા ભાગના દિગ્ગજ જોરદાર પ્રહારો કરી રહ્યાં છે. ગુરૂવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે હરિયાણામાં ભાજપને બહુમતી ન મળવા અંગે કહ્યું કે ભાજપના નેતાઓએ સ્વીકાર કરવો જોઈએ કે લોકો હવે તેમને અવગણી રહ્યાં છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસની બેઠકમાં કમલનાથે કહ્યું કે હરિયાણામાં ભાજપને બહુમતી મળી નથી, ત્યારે ભાજપના નેતાઓ સ્વીકારવું જોઈએ કે લોકો હવે તેમને અસ્વીકારી રહ્યાં છે. જો કે હવે તેઓ અન્ય પક્ષ અને અપક્ષ ઉમેદવારોની સાથે જુગાડ કરીને સરકાર બનાવશે પણ લોકો તે વાતને નહીં ભૂલે.

તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ હરિયાણા અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામને ભાજપની નૈતિક હાર ગણાવી છે. ગહેલોતે કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારાઓ માટે આ ચૂંટણી પરિણામ મોટો ઝાટકો છે.

READ ALSO

Related posts

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!