GSTV
Home » News » Bajajની આ ધાકડ બાઇક લૉન્ચ , કિંમત અને ફિચર્સ જાણશો તો હમણા જ ખરીદી લેશો

Bajajની આ ધાકડ બાઇક લૉન્ચ , કિંમત અને ફિચર્સ જાણશો તો હમણા જ ખરીદી લેશો

બજાજ ઑટોએ પોતાની Platinaના નવા 110 cc મૉડેલને ભારતમાં લૉન્ચ કર્યુ છે. કંપનીએ તેની કિંમત 49,197(એક્સ શૉરૂમ) રાખી છે. Platina 110નો મુકાબલો ભારતીય બજારમાં Hero Passion Pro 110, Honda CD 110 Dream DX અને TVS Radeon જેવી બાઇક્સ સાથે થશે.

નવી બજાજ Platina 110માં અનેક ફર્સ્ટ-ઇન-ક્લાસ ફિચર્સ જેવા સ્ટાન્ડર્ડ રીતે ટ્યૂબલેસ ટાયર્સ, ડ્યુઅલ સ્પ્રિંગ ઑન સ્પ્રિંગ તથા નાઇટ્રૉક્સ શૉક એબ્ઝોર્બર્સ તથા સ્ટાન્ડર્ડ એન્ટી સ્કીડ બ્રેક્સ આપવામાં આવી છે.

મેકેનિકલ બાબતોની વાત કરીએ તો Platina 110માં નવુ 115 cc સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ મોટર આપવામાં આવી છે જે 7000rpm પર 8.4 bhpનો પાવર અને 5000rmp પર 9.81Nmનો પિક ટૉર્ક જનરેટ કરે છે. મહત્વની બાબત એ છે કે Platina 110 પોતાના ક્લાસમાં અન્ય બાઇક્સની તુલનામાં સૌથી વધુ ટૉર્ક જનરેટ કરતી બાઇક છે.


આ એન્જિનને 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. બ્રેકિંગ માટે તેમાં ફ્રન્ટમાં 130mm ડ્રમ યુનિટ અને બેકમાં 110mm ડ્રમ યુનિટ જ આપવામાં આવી છે. અહી વધુ સુરક્ષા માટે કંબાઇંડ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

તેના લુકની વાત કરીએ તો નવી બજાજ Platina 110 મોટાભાગે Platina 110 ES જેવી જ છે. તેમનાં હેડલેમ્પની ઉપર અલગથી LED ડેટાઇમ રનિંગ લેમ્પ આપવામાં આવ્યો છે. સાથે જ અહી બ્લેક એલૉય વ્હીલ્સ, બ્લેક ગ્રેબ રેલ અને બ્લેક મિરર પણ આપવામાં આવ્યા છે.

આ બાઇકને ત્રણ કલર કોમ્બિનેશન ગ્રે ડિકલ્સ સાથે ઇબોની બ્લેક, બ્લૂ ડિલક્સ સાથે ઇબોની બ્લેક અને કૉકેટેલ વાઇન રેડ કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યુ છે.

Read Also

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!