GSTV
Home » News » VIDEO : મોદીએ સાંસદોને સોટીથી ફટકાર્યા , જુઓ લોકસભામાં આ શું ચાલી રહ્યું છે

VIDEO : મોદીએ સાંસદોને સોટીથી ફટકાર્યા , જુઓ લોકસભામાં આ શું ચાલી રહ્યું છે

નાગરિકતા સંશોધન વિધેયક – 2016 પર મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી સતત સંસદમાં વડાપ્રધાન મોદી અને ભાજપ પર શાબ્દિક હુમલા કરી રહી છે. આજે સંસદ પરિસરમાં વિરોધ માટે પહોંચેલા ટીએમસીના સાંસદોએ વિરોધની અલગ પદ્ધતિ અખત્યાર કરી હતી. ટીએમસીના સાંસદોએ કાળા કપડામાં વિરોધ માટે હાથમાં પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે સંસદ પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચ્યા હતા.

નાગરીકોના અધિકાર અને ઓળખ પર સંકટ ગણાવીને બિલનો વિરોધ

ટીએમસીના કેટલાક સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો લગાવ્યો હતો અને હાથમાં લાકડી જેવી કોઈ વસ્તુ રાખી હતી. વિરોધ પ્રદર્શન વખતે મોદીનું મ્હોરું પહેરેલા ટીએમસીના સાંસદ લાકડી વરસાવતા દેખાઈ રહ્યા હતા. ટીએમસી સાંસદ નાગરિકતા સંશોધન વિધેયક બિલમાં પરિવર્તનનો વિરોધ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ બિલમાં નાગરિકતા માટે વસવાટની અવધિ અગિયાર વર્ષથી ઘટાડીને છ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓને કાયદેસરના દસ્તાવેજ વગર ભારતીય નાગરીકતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ટીએમસીના સાંસદ આસામમાં આને સ્થાનિક અને મૂળ નિવાસી નાગરીકોના અધિકાર અને ઓળખ પર સંકટ ગણાવીને બિલનો વિરોધ કરી રહ્યા છે.

અનુચ્છેદ-14 સમાનતાના અધિકારની વ્યાખ્યા કરે છે

ચાર વિપક્ષી પાર્ટીઓ અને ભાજપની બે સહયોગી પાર્ટીઓ નાગરિકતા વિધેયકમાં પરિવર્તનનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, ટીએમસી, સીપીએમ, સમાજવાદી પાર્ટી સાથે ભાજપની બે સહયોગી પાર્ટીઓ આસામ ગણ પરિષદ અને શિવસેના પણ સામેલ છે. આ મુદ્દે આસામ ગણ પરિષદે એનડીએ છોડવાનું પણ એલાન કર્યું છે. વિપક્ષી પાર્ટીઓએ બિલના વિરોધમાં તર્ક રજૂ કર્યો છે કે આમા ધાર્મિક ઓળખને પ્રમુખતા આપવામાં આવી છે. વિપક્ષનો એ પણ તર્ક છે કે નાગરિકતા સંશોધન માટે ધાર્મિક ઓળખને આધાર બનાવવો બંધારણની કલમ-14ની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. અનુચ્છેદ-14 સમાનતાના અધિકારની વ્યાખ્યા કરે છે.

Related posts

આશ્ચર્ય : ગુજરાતમાં જે ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર ન થઈ તે ત્રણે એક સમયે કોંગ્રેસે જીતી હતી

Mayur

ગુજરાતની પેટા ચૂંટણી માટે જે ચાર બેઠકોની જાહેરાત થઈ તેમાંથી એક ભાજપ માટે કપરા ચઢાણ સમાન

Mayur

ગુજરાતની આ ચાર બેઠકો પર જ યોજાશે પેટા ચૂંટણી, અલ્પેશને હજુ પણ જોવી પડશે રાહ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!