GSTV
Home » News » મોહન ભાગવતનાં નિવેદન પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, જાણો તેઓ બોલ્યા શું?

મોહન ભાગવતનાં નિવેદન પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, જાણો તેઓ બોલ્યા શું?

ભાગવતહિંદુની સર્વોપરિતા દ્વારા ઇતિહાસ ભૂંસી શકાતો નથી, અમે સ્વીકારતા નથી – અખિલ ભારતીય મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સ રસંઘચાલક મોહન ભાગવતના નિવેદનની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે ભારત કદી હિન્દુ રાષ્ટ્ર નહોતો, ન તો છે, ન જ હશે. આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવત પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે મોહન ભાગવત ભારતને હિન્દુ રાષ્ટ્ર ગણાવીને ઇતિહાસને ભૂંસી શકતા નથી.

અખિલ ભારતીય મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) ના સાંસદ અસદુદ્દીન ઓવૈસી

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત

આરએસએસના સરસંચલક ભાગવત એમ કહી શકતા નથી કે આપણી સંસ્કૃતિ, શ્રદ્ધા, જાતિ અને વ્યક્તિગત ઓળખ સહિતની દરેક બાબતોને હિન્દુ સંસ્કૃતિમાં સમાવવામાં આવેલ છે.ઑલ ઈન્ડિયા મજલિસ મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવતની એ ટિપ્પણી પર ટ્વીટ કર્યું છે.

જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ભારત હિન્દુ રાષ્ટ્ર છે.’ ઓવૈસીએ કહ્યું કે, ‘ભાગવત ભારતને હિન્દુ’ નામ આપીને મારો ઈતિહાસ ન મિટાવી શકે. આ કામ નહીં કરે. તેઓ એ વાત પર ભાર ન આપી શકે કે, અમારી સંસ્કૃતિઓ, આસ્થા, પંથ અને વ્યક્તિગત ઓળખ બધું હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે. ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર નહોતું, ન છે, ન ક્યારેય બનશે, ઈન્શાલ્લાહ.’

આ પછી ઓવૈસીએ વધુ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં ઓવૈસીએ કહ્યું હતું કે ભાગવત આપણને વિદેશી મુસ્લિમો સાથે જોડવાનો કેટલો પ્રયત્ન કરે છે, તે મારું ભારતીયતા ઘટાડશે નહીં. તેમણે વધુમાં લખ્યું છે કે હિન્દુ રાષ્ટ્ર = હિન્દુ વર્ચસ્વ. આ આપણા માટે અસ્વીકાર્ય છે. ઉલ્લેખનીય છે કે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે તાજેતરમાં કહ્યું હતું કે ભારત હિન્દુઓનો દેશ છે. આપણે હિન્દુ રાષ્ટ્ર છીએ. હિન્દુ એ કોઈ પણ ઉપાસનાનું નામ નથી, કોઈ ભાષાનું નામ નથી અને કોઈ પ્રાંત કે રાજ્યનું નામ નથી. હિન્દુ એ એક સંસ્કૃતિનું નામ છે, જે ભારતમાં રહેતા દરેકની સાંસ્કૃતિક વારસો છે.

READ ALSO

Related posts

NCP, શિવસેના અને કોંગ્રેસ સરકાર ન બનાવે આ માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન

Mayur

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

આ બે નેતાઓના કારણે શિવસેનાનું સત્તા મેળવવાનું સપનું ‘સપનું’ જ બનીને રહી ગયું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!