GSTV
Home » News » એક ઝાટકે ગેસ સિલિન્ડરમાં 150નો ભાવ ઝીંકાતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ માંડ્યો મોરચો

એક ઝાટકે ગેસ સિલિન્ડરમાં 150નો ભાવ ઝીંકાતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ માંડ્યો મોરચો

ઘરેલુ ગેસ સિલિંડરના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં એક ઝાટકે 150 રૂપિયા જેટલો વધારો ઝીંકવામાં આવતા દિલ્હી કોંગ્રેસની મહિલા પાંખે વિરોધ પ્રદર્શન યોજ્યું. ગેસમાં ભાવ વધારા વિરુદ્ધ સુષ્મિતા દેવ અને અલકા લાંબા સહીત મહિલા કોંગ્રેસના નેતાઓએ પેટ્રોલીયમ અને પ્રાકૃતીક ગેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શનો કર્યા.

જો કે ફરજ પરના સુરક્ષાકર્મીઓએ તેમને કાર્યાલયની અંદર જતા અટકાવ્યા. જે બાદ કોંગી નેતાઓએ હાથમાં બેનર અને પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. બુધવારે કોંગ્રેસે ઘરેલુ ગેસની કિંમતમાં થયેલા વધારાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે પીએમ મોદીએ પ્રજાજનોના પોકેટને કરંટ લગાવ્યો છે.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!