ઉકાઇ ડેમના બ્લાઇન્ડ કેચમેન્ટ અને ઉપરવાસમાં સામાન્ય વરસાદ વરસવાની સાથે જ ઇનફલો પણ ઘટીને 64,000 કયુસેક થઇ ગયો હતો. આમ પરિસ્થિતિ થાળે પડતા જ શહેરીજનોમાંથી પૂરના હાઉ દૂર કરવા માટે સતાધીશોએ ઉકાઇ ડેમના દરવાજા ખોલીને 12 દિવસ, 295 કલાક એકધારુ પાણી છોડયા બાદ આજે સાંજે સાત વાગ્યાથી ડેમના તમામ દરવાજા બંધ કરીને ચાર હાઇડ્રોમાં 25,000 કયુસેક પાણી છોડી ડાઉન થયેલી સપાટી ઉપર લઇ જવાની શરૃઆત કરી છે.
આ કારણે સત્તાધીશોએ પાણી છોડવાનો નિર્ણય બદલ્યો
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વિતેલા ૨૪ કલાકમાં સાગબારામાં ૩.૫ ઇંચ સિવાય બાકીના રેઇનગેજ સ્ટેશનમાં વરસાદે વિરામ લીધો હતો. તો હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દઇને ૪૯,૦૦૦ કયુસેક કરી દેવાયુ છે. આમ વરસાદની સ્થિતિ સામાન્ય થતા ઉકાઇ ડેમમાં પાણીનો આવરો ઘટીને ૬૪,૦૦૦ કયુસેક થઇ ગયો છે. આમ પાણીની આવક ઘટતા જ સતાધીશોએ દિવસના પાણી છોડવાનું પણ ઘટાડી દઇને ૪૯,૦૦૦ કયુસેક કરી દેવાયુ હતુ. દરમ્યાન આગામી દિવસોમાં વરસાદની કોઇ સિસ્ટમ નહીં હોવાની સાથે જ બુધવારથી પાણીની આવક પણ ઘટી જતી હોવાથી સતાધીશોએ મોડી સાંજે પાણી છોડવાનો નિર્ણય બદલ્યો હતો.

ગત ૧૪ મી ઓગસ્ટના રોજ બપોરે ૧૨ વાગ્યાથી ઉકાઇ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાની શરૃઆત કર્યા બાદ આજે ૨૫ મી ઓગસ્ટને સાંજે સાત વાગ્યા સુધીના ૧૨ દિવસ અને ૨૯૫ કલાક સતત પાણી છોડયા બાદ ઉકાઇ ડેમના દરવાજા બંધ કરી દેવાયા છે. અને ફકત ત્રણ હાઇડ્રોમાંથી ૧૮,૦૦૦ કયુસેક પાણી છોડવાનુૂં ચાલુ રાખીને રૃલલેવલથી ત્રણ ફૂટ નીચી ગયેલી સપાટી ફરી ઉપર લાવવાની મથામણ શરૃ કરી દીધી છે. મોડી સાંજે સાત વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૩૩.૬૭ ફૂટ, આવક ૪૯,૦૦૦ કયુસેક અને જાવક ૧૮,૦૦૦ કયુસેક નોંધાઇ હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૩૫ ફૂટ અને ભયજનક લેવલ ૩૪૫ ફૂટ છે.
Read Also
- ઉતાવળ ભારે પડશે/ બેંકનુ એકાઉન્ટ ટ્રાન્સફર કરાવતા પહેલાં આ 5 બાબતો વિચારી લેજો, નહીં તો પાછળથી થશે પસ્તાવો
- વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
- બજેટ 2021-22 : સરકાર ખેડૂતો માટે લઇ શકે આ નિર્ણય, કૃષિ દેવાનું લક્ષ્ય આટલા કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા
- આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી