GSTV
Home » News » વાયુના કારણે સૌરાષ્ટ્ર જતી તમામ ફ્લાઈટો રદ, વિમાન-બસ-રેલવેમાં આ પ્રમાણે કરવામાં આવ્યા ફેરફાર

વાયુના કારણે સૌરાષ્ટ્ર જતી તમામ ફ્લાઈટો રદ, વિમાન-બસ-રેલવેમાં આ પ્રમાણે કરવામાં આવ્યા ફેરફાર

વાયુ વાવાઝોડાની લોકલ વિમાની સેવા પર પણ અસર જોવા મળી છે. ડોમેસ્ટિક ટુ જેટ અને એયર ડેક્કનની તમામ વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે. બંને એરલાઈન્સ ગુજરાતમાં લોકલ સેવા આપે છે આ તમામ ફલાઈટો અમદાવાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં જાય છે વાવાઝોડાની આફતના પગલે ફલાઈટો રદ કરી દેવામાં આવી છે. ત્યારે પોરબંદર, દિવ, કંડલા, મુંદ્રા, ભાવનગરની વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે.

તો સૌરાષ્ટ્રના  તમામ જિલ્લાઓમાં જતી ટ્રેનના રૂટને ટુંકાવી દેવામાં આવ્યા છે. ખાસકરીને વેરાવળ, ઓખા, પોરબંદર, ભૂજ જનારી ટ્રેનોને સુરેન્દ્નગર, રાજકોટ અને અમદાવાદ સુધી ટુંકાવી દેવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાને લઈને રિલિફ ટ્રેન ચાલુ કરવાનુ પણ પશ્ચિમ રેલવે દ્વારા આયોજન કરાયુ છે. આ રિલિફ ટ્રેન ઓખા-રાજકોટ, ઓખા-અમદાવાદ, વેરાવળ-અમદાવાદના રૂટની હશે. આ સિવાય નાના રૂટ માટે છથી સાત કોચની નાની ટ્રેન દોડાવવાનુ પણ તંત્રનું આયોજન છે.

આમ તંત્ર દ્વારા કુલ 70 જેટલી ટ્રેનને રદ કરાઇ છે. જ્યારે 28 ટ્રેનને ટૂંકાવી દેવાઇ છે. તો વાવાઝોડાને લઈને રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ત્રણ દિવસ સુધી તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે સ્થળો પર વાવાઝોડુ ત્રાટકવાનો ખતરો છે. તે સોમનાથ,દીવ, વેરાવળ, દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારો જાણીતા યાત્રાધામ છે. જ્યાં માત્ર ગુજરાત જ નહી સમગ્ર દેશમાંથી યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ, યાત્રાળુઓને નુકશાન ન થાય તે માટે તંત્ર સજ્જ છે.

Read Also

Related posts

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah

AMCના કર્મચારીઓના પેટ્રોલ અલાઉન્સ વધારી પ્રતિ લિટરે 87.70 રૂપિયા કરાતા અનેક તર્કવિતર્કો

Kaushik Bavishi

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ થઈ સક્રિય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!