GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ મોકૂફ, આ તારીખે આવશે નવું સિડ્યુલ

IIT JEE


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લેવાતી હોય છે જેના અનુસંધાને માર્ચ મહિનાથી પરીક્ષા કાર્યક્રમો મોકૂફ રહ્યા છે. જે 31 મે સુધી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો અગાઉ પરીપત્ર હતો. હવે નવા પરિપત્ર મુજબ જૂન મહિનામાં પણ પરિક્ષાઓ નહીં યોજાય. રાજ્યમાં કોરોના મહામારીને લઈને હાલમાં 31 જૂન સધી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ છેલ્લા 4 મહિનાથી આયોગ દ્વારા પરીક્ષાઓ બંધ છે. નવી અપડેશન 20 જૂન સુધીમાં વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓ માટે વેબસાઈટ પર અપડેટ જોતા રહેવુંપડશે.

સુધારેલ કાર્યક્મ 20 જૂન 2020ના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ થશે

દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના મહામારીના અનુસંધાને ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 31-5-2020 સુધી આયોજીત તમામ પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આયોગ દ્વારા તા. 1 જૂનથી 30 જૂન 2020 સુધી આયોજિત તમામ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક કસોટીઓ તેમજ મુખ્ય પરીક્ષાઓની નવી તારીખો નિર્ધારિત કર્યાપછીથી સુધારેલ પરિક્ષા કાર્યક્રમ તા. 20 જૂન 2020ના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

આયોગની વેબસાઈટ પર તેની અપડેટ જોતા રહેવું

માર્ચ, એપ્રિલ, મે અને જૂન 2020માં આયોજિત જે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ નિર્ધારિત કરવામાં જે તે મહિનાને અગ્રતા આપવામાં આવશે. એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછીથી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવશે. ઉમેદવારોએ આયોગની વેબસાઈટ પર તેની અપડેટ જોતા રહેવું પડશે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!