GSTV

સમગ્ર દેશમાં તબીબોના મોતના મામલે ગુજરાત આટલા નંબરે પહોંચ્યુ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનએ બહાર પાડેલા લિસ્ટમાં તબીબોના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં સમગ્ર દેશમાં ડોકટરના મોત મામલે ગુજરાત બીજા નંબરે જોવા મળ્યું. ડોકટર ના નામ, હોસ્પિટલના નામ અને રાજ્યના નામ સાથે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

દેશમાં ડોકટરના મોત મામલે ગુજરાત બીજા નંબરે

અત્યાર સુધી દેશ ભરમાં 196 ડોકટર ના મોત થયા છે.જેમાં તમિલનાડુમાં સૌથી વધુ ડોક્ટરોના મોત થયા છે જ્યારે ગુજરાત બીજા નંબર પર છે.ગુજરાતમાં અત્યારસુધી 23 ડોક્ટરોના મોત થયા છે.

ડોકટરના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા

રાજ્યમોત
તમિલનાડુ૪૩
ગુજરાત૨૩
મહારાષ્ટ્ર૨૩
બિહાર૧૯
પશ્વિમ બંગાળ૧૬
કર્ણાટક૧૫
આંધ્ર પ્રદેશ૧૨
દિલ્હી૧૨
ઉત્તર પ્રદેશ૧૧

અમદાવાદમાં કોરોનાના રોગચાળાએ બરાબરનો ભરડો લીધો

અમદાવાદમાં કોરોનાના રોગચાળાએ બરાબરનો ભરડો લીધો છે. કેસો ઘટે ત્યારે લોકો રાહત અનુભવે છે, ત્યાં ફરી વધી જાય છે. એક્ટિવ કેસો ઘટીને 2900ની આસપાસ થઈ ગયા હતા તે ફરી વધીને 3198 થઈ ગયા છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં નવા 139 કેસ નોંધાયા છે, જ્યારે જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલાં પૈકી પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે. દરમ્યાનમાં કોરોનાને માત આપીને સાજા થયેલાં 103 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ સલમાન ખાન, કરણ જૌહર અને ભણશાલી સહિત 8 બોલિવૂડ સેલિબ્રિટીને કોર્ટનું તેડું, નહીં હાજર થાય તો ફરિયાદ થશે

Pravin Makwana

મહેસાણા : ચાણસ્મા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!