GSTV
Home » News » આ તારીખથી સતત ત્રણ દિવસ સુધી બેન્કો રહેશે બંધ, ફટાફટ પતાવી લો જરૂરી કામ

આ તારીખથી સતત ત્રણ દિવસ સુધી બેન્કો રહેશે બંધ, ફટાફટ પતાવી લો જરૂરી કામ

જો તમારે બેન્કના કોઇ મહત્વના કામકાજ કરવાના બાકી હોય તો એલર્ટ થઇ જાઓ. કારણ કે સતત ત્રણ દિવસ સુધી દેશભરમાં બેન્કો બંધ રહેવાની છે. આગામી 31 જાન્યુઆરીથી બેન્ક યુનિયનોએ બે દિવસની હડતાળની ઘોષણા કરી છે. એટલે કે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી 2020એ હડતાળના કારણે બેન્ક બંધ રહેશે.

સાથે જ બે ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી તે દિવસે પણ તમે બેન્કના કોઇ કામકાજ નહી થાય.આ ઉપરાંત યુનિયને માર્ચના મહિનામાં ત્રણ દિવસ અને એક એપ્રિલથી અનિશ્વિતકાલીન હડતાળ પર જવાની ઘોષણા કરી છે.

આટલા દિવસ રહેશે બેન્કની હડતાળ

યૂનાઇટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયને જણાવ્યું કે, 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ બેન્કોમાં હડતાળ રહેશે. સાથે જ માર્ચમાં 11,12,13 તારીખે પણ હડતળ રહેશે. બેન્ક યુનિયને એક એપ્રિલથી અનિશ્વિતકાલીન હડતાળ પર જવાની ઘોષણા કરી છે.

આ કારણે થઇ શકે છે હડતાળ

દિલ્હી પ્રદેશ બેન્ક કર્મચારી સંગઠનના મહાસચિવ અશ્વની રાણાએ જણાવ્યુ કે ઇન્ડિયન બેન્ક એસોસિએશને વેતનમાં 12.5 ટકા વદ્ધિ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે, જે મંજૂર નથી. તેથી દેશભરમાં તમામ સરકારી બેન્કોમાં કાર્યરત કર્મચારી હડતાળ પર ઉતરશે. તેનાથી બેન્કિંગ સેવાઓ પર અસર પડી શકે છે.

બેન્ક યુનિયનની આ છે માગ

  1. બેન્ક યુનિયનોની માગ છે કે વેતનમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો કરવામાં આવે.
  2. બેન્કોમાં પાંચ દિવસના કાર્યદિવસ હોય.
  3. બેસિક પેમાં સ્પેશિયલ ભથ્થાનો વિલય થાય.
  4. એનપીએસને હટાવવામાં આવે.
  5. પેન્શનનું અપડેશન હોય.
  6. પરિવારને મળતા પેન્શનમાં સુધાર.
  7. સ્ટાફ વેલફેર ફંડનું પરિચાલન લાભના આધારે ફાળવવુ
  8. રિટાયર થવા પર મળતા લાભને આવકવેરામાં ન સમાવવા
  9. શાખાઓમાં કાર્યના કલાક અને લંચ સમયની યોગ્ય વહેંચણી
  10. અધિકારીઓ માટે બેન્કમાં કાર્યના કલાકોને નિયમિત બનાવવા
  11. કોન્ટ્રાક્ટ અને બિઝનેસ કોરસ્પોન્ડેંટ માટે સમાન વેતન.

Read Also

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

શેરબજારમાં મોટો કડાકો, થોડાક જ કલાકોમાં રોકાણકારોનાં 3.17 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

Mansi Patel

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!