GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

સરકારે નક્કી કરી અર્ધસૈનિક બળોની સેવાનિવૃત્તિ વય, હવે આટલા વર્ષે થશે રિટાયરમેન્ટ

ગૃહ મંત્રાલયે બધા જ અર્ધસૈનિક દળોના બધી જ રેન્કના કર્મચારીઓ માટે સેવાનિવૃત્ત વય 60 વર્ષ કરી દીધી છે. ગૃહ મંત્રાલયનો આ દિલ્હી હાઇ કોર્ટના જાન્યુઆરીમાં આપવામાં આવેલ નિર્ણય બાદ આવ્યો છે. આ આદેશ તત્કાલ પ્રભાવથી કેંદ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ), સીમા સુરક્ષા બળ (બીએસએફ), સશસ્ત્ર સીમા બળ (એસએસબી), કેંદ્રીય ઔધ્યોગિક સુરક્ષા બળ (સીઆઈએસએફ) અને અસમ રાઇફલ્સમાં લાગુ થશે.

હાઈકોર્ટે કેંદ્ર સરકારને કહ્યું હતું કે, બધી જ રેન્ક માટે એક જ સેવાનિવૃત્તિ વય નિર્ધારિત કરો. આ પહેલાં અલગ-અલગ રેન્ક માટે અલગ-અલગ સેવાનિવૃત્તિ વય નિર્ધારિત હતી. અત્યાર સુધી ઘણાં રેન્કોના અધિકારીઓની સેવાનિવૃત્તિ વય 57 વર્ષ હતી.

વર્તમાન સમયમાં અર્ધસૈનિક બળોમાં ભારત તિબ્બત સીમા પોલીસ (આઈટીબીપી), સીમા સુરક્ષા બળ (બીએસએફ), કેંદ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)માં સેવાનિવૃત્તિની વયમાં બે શ્રેણીઓ છે. ડીઆઈજી અને તેમની ઉપરની રેન્કના અધિકારી 60 વર્ષની વય પૂરી કરી સેવાનિવૃત્ત થાય છે. તો કમાન્ડેટ અને તેમનાની ઓછી રેન્ક પર સેવાનિવૃત્તની વય 57 વર્ષ નક્કી છે.

વર્તમાનમાં ભારતમાં પાંચ મુખ્ય કેંદ્રીય સશસ્ત્ર પોલીસ બળ છે. જેમાં લગભગ 10 લાખ જવાનો સેવા આપે છે. જે સેમાઓની સુરક્ષાની સાથે-સાથે વિવુધ આંતરિક સુરક્ષા ડ્યૂટી પણ નિભાવે છે. આ નિર્ણયથી લગભગ 60% કર્મચારીઓને તેનો લાભ મળશે.

આ પહેલાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સંબંધે ગૃહ મંત્રાલયની અંતિમ મંજૂરી બાદ જ આદેશ બહાર પાડવામાં આવશે. બધાં જ બળો સાથે વાત-ચીત અને ચર્ચા કર્યા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે, જવાનથી લઈને મોટા અધિકારીઓ સુધી બધા જ કર્મચારીઓની સેવાનિવૃત્તિની વય અત્યારના સમયમાં 57ની જગ્યાએ 60 વર્ષ હોવી જોઇએ.

Related posts

હવાઈ સેવામાં ધાંધિયા! 50 ટકા ફ્લાઈટ્સ કેન્સલ, હવે એરલાઈન્સ રિફંડ આપવા થઈ તૈયાર

Arohi

200 ટેસ્ટ રમેલા સચિનને પહેલી જ ટેસ્ટમાં કારકિર્દી પૂરી થઈ ગઈ હોય તેમ લાગ્યું હતું, ઈશ્વર પાસે કરી હતી માંગણી

Mansi Patel

જૂતા અને મેલાં મોજાને કારણે મળે છે સફળતા, અત્યાર સુધીમાં 701 કરોડ રૂપિયા જીત્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!