GSTV

આ તારીખથી કાંકરિયા લેક ફ્રન્ટની તમામ એક્ટિવિટી થશે શરૂ, બાળકોની પ્રિય કિડ્સ સિટીમાં કરવામાં આવ્યું રંગરોગાન

કાંકરિયા

આગામી પહેલી તારીખથી કાંકરિયા લેક ફ્રન્ટની તમામ એક્ટિવિટી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલ કાંકરિયા ખાતે સાફસફાઇ સહિતની કામગીરી કરવામાં આવી. બાળકો માટેની નગરી કિડ્સ સિટીમાં પણ રંગરોગાન કરવામાં આવ્યું. કાંકરિયાની સફર કરાવતી અટલ એક્સપ્રેસ, સ્વર્ણિમા એક્સપ્રેસમાં મુલાકાતીઓ વચ્ચે અંતર જળવાય તે માટે પ્લાસ્ટીકના પડદા લગાવવામાં આવ્યાં છે.

પહેલી તારીખથી સમગ્ર કાંકરિયા પરિસર ખુલ્લું મુકવામાં આવશે

દીવાળીના વેકેશનમાં મોટી સંખ્યામા લોકો કાંકરિયાની મુલાકાતે આવતા હોય છે. દિવાળીના તહેવારને જોતા પહેલી તારીખથી સમગ્ર કાંકરિયા પરિસર ખુલ્લું મુકવામાં આવશે. લોકડાઉન બાદ એક ઓક્ટોબરે બટરફ્લાય પાર્ક, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા ખોલવામાં આવ્યા છે જ્યારે અન્ય એક્ટિવિટી બંધ છે. પરંતુ હવે અન્ય આકર્ષણો પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવશે. જોકે મુલાકાતીઓએ કોવિડની ગાઈડલાઈનનુ સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!