GSTV

દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિના સલાહકાર છે ટ્રમ્પ સાહેબની દિકરી ઈવાંકા

હ્યૂસટનના મંચ પરથી વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમગ્ર પરિવારના ભારત આવવાનું નિમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ નિમંત્રણને સ્વિકાર્યું હતું. ત્યારે હવે બે દિવસના પ્રવાસે ટ્ર્મ્પ પરિવાર ભારત આવી રહ્યો છે. પત્ની મેલાનિયા ટ્રમ્પ ઉપરાંત તેમની દિકરી ઈવાંકા ટ્ર્મ્પ અને જમાઈ જેરેડ કુશનેગર પણ આવી રહ્યા છે. ટ્રમ્પ પહેલી વખત ભારત આવી રહ્યા છે, જ્યારે દિકરી ઈવાંકા અગાઉ 2017માં ગ્લોબલ એંટરપ્રેન્યોરશિપ સમિટમાં ભાગ લેવા આવી હતી.

ઈવાંકા પોતાના પિતાની સૌથી લાડકી છે, તેની પાછળ તેની હોંશિયારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની દિકરી જેટલી હોશિયાર છે, તેટલી જ ખૂબસુરત પણ છે. કોઈ સુપરમોડલ માફક લાગતી ઈવાંકા પોતાના પિતા ડોનાલ્ડ ટ્ર્મ્પની વ્હાઈટ હાઉસમાં મુખ્ય સલાહકાર છે. એટલે કે, ઈવાંકા પોતાના પિતાને નહીં પણ દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના પ્રમુખને સલાહ આપવાનું કામ કરે છે.

આમ તો ઈવાંકાની ઓળખાણ અમેરિકાના રાજકારણમાં ફર્સ્ટ ડૉટર તરીકેની છે, પણ ઈવાંકાએ પોતાના દમ પર મોટો બિઝનેસ અમ્પાયર ઉભો કર્યો છે. અમેરિકાના રાજકારણમાં આવ્યા પહેલા મોડલ રહી ચુકેલી ઈવાંકા ફેશન ઈંડસ્ટ્રીમાં પણ ધાક જમાવી છે.

ઈવાંકા લગભગ 2 હજાર કરોડની માલિક છે. તેનું પોતાના નામે એક મોટુ ફેશન બ્રાંડ હતું. ઈવાંકા બ્રાન્ડના કપડા, ચપ્પલ, બૂટ, હૈંડબેગ્સ અને ઘરેણા અમેરિકામાં પ્રખ્યાત હતા. ઈવાંકાના પતિ જેરેડ કુશનર રિયલ એસ્ટેટ બિઝનેસમેનની સાથે સાથે ટ્રમ્પ સરકારમાં સલાહકાર પણ છે.

READ ALSO

Related posts

કોરોનાની કંપારી વચ્ચે એપ્રિલમાં ત્રાટકશે બમ ચક્રવાત, આ વિસ્તારને કરશે સૌથી વધારે અસર

Mayur

કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારે 15,000 કરોડના પેકેજને મંજૂરી આપી, આ રીતે કરશે નાણાનો ઉપયોગ

Mayur

coronavirus symptoms : શું થાય છે જ્યારે તમે કોવિડ- 19 થી સંક્રમિત થાવ છો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!