GSTV
Gujarat Government Advertisement

ડેબિટ કાર્ડ ભૂલી ગયા છો તો ATMમાંથી ઉપાડી શકશો પૈસા, આ છે સૌથી સરળ રીત

Last Updated on August 18, 2020 by pratik shah

ATM પર પહોંચ્યા પછી, જો તમને ખબર પડે કે તમે ATM ડેબિટ કાર્ડ લાવવાનું ભૂલી ગયા છો, તો નિરાશ થવાની જરૂર નથી. ડેબિટ કાર્ડ ન હોવા છતાં પણ તમે ATMમાંથી રોકડ ઉપાડી શકો છો. હકીકતમાં, ઘણી બેંકોએ ATM પર કાર્ડલેસ કેશ ઉપાડ શરૂ કર્યુ છે. આ સુવિધા દ્વારા ATM ડેબિટ કાર્ડ વિના રોકડ ઉપાડી શકાય છે. જેમાં SBI, Bank of Baroda અને ICICI Bankનો સમાવેશ થાય છે. બેંકોએ આ સુવિધા શરૂ તો કરી છે, પરંતુ લોકોને હજી પણ આ સેવા વિશે વધુ માહિતી નથી. તો ચાલો તમને જણાવીએ કે આ સેવા કેવી રીતે કાર્ય કરે છે અને તેનો ઉપયોગ કરવો કેટલો સરળ અને સલામત છે.

ATM ડેબિટ કાર્ડ વિના કેવી રીતે ઉપાડશો પૈસા

  • સૌ પ્રથમ, તમારી બેંક આ કાર્ડલેસ સુવિધા આપે છે કે નહીં તે જાણો.
  • જો તમારી બેંક આ સુવિધા પ્રદાન કરે છે, તો તેની એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • જો તમે SBIના ગ્રાહક છો તો YONO એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • ‘YONO cash option’ પર જાઓ, પછી ‘cash on mobile’ વિકલ્પ પર ક્લિક કરો.
  • જો તમે Bank of Barodaના ગ્રાહક છો, તો BOB MConnect Plus એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • પછી ‘card-less cash withdrawal’પર ક્લિક કરો.
  • જો તમે ICICI Bankના ગ્રાહક છો, તો iMobileએપ્લિકેશન ડાઉનલોડ કરો
  • પછી ‘card-less cash withdrawal’પર ક્લિક કરો.
  • આ પછી તમે ઉપાડવા માંગો છો તે રોકડ રકમ ભરો
  • ટ્રાંઝેક્શનને OK કરો, પછી બેંકિંગ એપ્લિકેશનનો PIN દાખલ કરો
  • બેંક તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલશે, જે નિશ્ચિત સમય માટે હશે.
  • આ પછી, તમારી બેંકના ATM પર જાઓ
  • ‘card-less cash withdrawal’ વિકલ્પ પસંદ કરો
  • તમારો મોબાઇલ નંબર દાખલ કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો
  • તમે એપ્લિકેશનમાં ભરેલી રોકડ રકમ દાખલ કરો, વ્યવહાર પૂર્ણ થઈ ગયો

કાર્ડલેસ ATMના ફાયદા

આનો સૌથી મોટો ફાયદો એ છે કે ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂર નથી. આ ATM ફ્રોડ, ATM ક્લોનીંગનું જોખમ ઘટાડે છે. યાદ રાખો કે કાર્ડલેસ કેશની આ સુવિધા ફક્ત તમારી બેંકના ATM પર મળશે. તમે આ સુવિધા કોઈપણ અન્ય બેંકના ATMથી મેળવી શકતા નથી. મતલબ SBI ના ગ્રાહકો ICICI બેંકના ATMથી આ સુવિધા મેળવી શકશે નહીં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!