અલકા લાંબાએ ઈશારો કરીને કહ્યું, જો કૉંગ્રેસમાંથી ઓફર આવશે તો 100 ટકા વિચાર કરીશ

alka lamba

લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો લાગી શકે છે. આપના ધારાસભ્ય અલકા લાંબા ફરીવાર કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસમા સામેલ થવાની ઓફર મળશે તો હું તેના પર વિચાર કરીશ. આગામી દિવસોમાં દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. તેમણે કહ્યુ કે, બે દશક સુધી કોંગ્રેસમાં રહી છુ.

જેથી ફરીવાર કોંગ્રેસમાં જવાની તક મળશે તો હુ વિચાર કરીશ. મહત્વપૂર્ણ છે કે, અલકા લાંબા છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીથી નારાજ છે. વિધાનસભામાં રાજીવ ગાંધી મામલે થયેલા વિવાદ બાદ અલકા લાંબાની નારાજગી સપાટી પર આવી હતી. આ પહેલા પણ અલકા લાંબા અને સીએમ અરવિંદ કેજરીવાલ વચ્ચે તકરાર થઈ હતી. જેથી આમ આદમી પાર્ટીમા અલકા લાંબાને સાઈડ લાઈન કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter