GSTV
Home » News » શું આ વખતે બરોબર ફસાયો અલ્પેશ કથિરીયા, પોલીસે કહ્યું જ્યાં જશે ત્યાં જશું

શું આ વખતે બરોબર ફસાયો અલ્પેશ કથિરીયા, પોલીસે કહ્યું જ્યાં જશે ત્યાં જશું

રાજદ્રોહ કેસમાં પાસના નેતા અલ્પેશ કથીરીયાની મુશ્કેલી વધી છે. સુરતની કોર્ટે અલ્પેશના જામીન રદ કર્યા છે. સુરત પોલીસે અલ્પેશ કથીરીયાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અલ્પેશના જામીન રદ કરતા મોટો ઝટકો આપ્યો છે. જેથી અલ્પેશે ફરી જેલમાં જવું પડી શકે છે. જોકે અલ્પેશના વકીલો આ કેસને હાઈકોર્ટમાં પડકારશે. સુરતના પોલીસ કમિશનરે કહ્યું છે કે જો અલ્પેશ હાઈકોર્ટમાં જશે તો તેઓ પણ હાઈકોર્ટમાં અપીલ કરશે. પોલીસ ગમે ત્યારે અલ્પેશની ધરપકડ કરી શકે છે.

મહત્વનું છે કે કોર્ટે અલ્પેશ કથીરીયાને શરતી જામીન આપ્યા હતા. અલ્પેશ સામે કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરવાનો આક્ષેપ લાગ્યો હતો. રાજદ્રોહ કેસમાં શરત હતી કે અલ્પેશ કાયદાનું પાલન કરશે. પરંતુ છેલ્લા દિવસોમાં અલ્પેશે તમામ શરતોનો ભંગ કર્યો હતો. પોલીસ અધિકારીઓને ગાળો આપી હતી. પોલીસ કમિશનરે કહ્યું છે કે આ ચુકાદો અન્ય આરોપી માટે ચેતવણીરૂપ રહેશે. અન્ય આરોપીઓને આ ચુકાદા પરથી શીખ મળશે કે શરતોનું કેવી રીતે પાલન કરવું જોઈએ. આ ઉપરાંત અલ્પેશ સરથાણા પોલીસ મથકમાં અન્ય ગુનામાં આરોપી છે. પોલીસ આ કેસમાં પણ તેની ધરપકડ કરશે.

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!