GSTV
Home » News » અલ્પેશ ઠાકોર ના ન ઘરના ન ઘાટના : સાથી 2 ધારાસભ્યોએ છોડ્યો સાથ, કહ્યું કોંગ્રેસમાં જ છીએ

અલ્પેશ ઠાકોર ના ન ઘરના ન ઘાટના : સાથી 2 ધારાસભ્યોએ છોડ્યો સાથ, કહ્યું કોંગ્રેસમાં જ છીએ

alpesh thakor congress

ઠાકોરસેના નામે કોંગ્રેસ સાથે બગાવત કરનારાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની દશા ના ઘરના ન ઘાટના જેવી થઇ છે. એટલુ જ નહીં, સાથી ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ યુ-ટર્ન લીધો છે જેથી સાથીદારો પણ અલ્પેશ ઠાકોરનો સાથ છોડી રહ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસે હાલ ચૂંટણી સુધી અલ્પેશ ઠાકોર વિરુધ્ધ કોઇપણ પગલાં ભરવા પર બ્રેક મારી દીધી છે.

અલ્પેશ ઠાકોરના સાથીદાર ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યુંકે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામુ ધર્યુ છે .તે મારાં રાજકીય ુગુરુ છે. જોકે,અમે તો કોંગ્રેસમાં જ છીએ. ભરતજી ઠાકોરના આ નિવેદનને પગલે કોંગ્રેસ સામે ખેંચાયેલી તલવાર જાણે મ્યાન થઇ ચૂકી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ધારાસભ્ય ભરતજી ઠાકોર સાથે સમાધાન થશે તો અલ્પેશ ઠાકોર એકલાં પડી જશે તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે.

Dhaval Sinh

કોંગ્રેસે વેઇટ એન્ડ વૉચની નીતિ અપનાવી છે

કોંગ્રેસે પણ અત્યારે અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાનુ ટાળ્યુ છે. કોંગ્રેસને એ વાતનો ડર છેકે, જો અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરાય તો, ચૂંટણીમા ઉત્તર ગુજરાતમાં નુકશાન થઇ શકે છે.  આ જોતાં હાલમાં કોંગ્રેસે વેઇટ એન્ડ વૉચની નીતિ અપનાવી છે. ચૂટણીમાં અલ્પેશ ઠાકોરની શુ રણનીતિ છે તેના પર કોંગ્રેસે નજર રાખી છે.ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ તરફી કે વિરોધી કામગીરી કરી છે તેના બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.

Related posts

ગુજરાતમાં અમિત શાહને સૌથી વધુ 8.88 લાખ મત: સૌથી વધુ 5.54 લાખની સરસાઇથી જીત

Bansari

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

Nilesh Jethva

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!