આ મહિલાની બૉડી જોઈને તમારો પરસેવો છૂટી જશે, કઈ રીતે બનાવી આવી બૉડી?

વિશ્વમાં તમે ઘણી ઘણી સુંદર મહિલાઓ વિશે સાંભળ્યુ હશે. કોઈ પણ વ્યક્તિને તમે પ્રશ્ન કરશો કે મહિલા હોવાની પરિભાષા શું છે? તો મહિલા એવો જવાબ આપશે કે મહિલાઓ કોમળ હોય છે. પરંતુ આજે અમે તમને એવી મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છે, જે આ પરિભાષાથી એકદમ અલગ છે. આ મહિલા પોતાની બૉડી માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

રોમાનિયામાં રહેતી અલીના પોપા પોતાની મસ્કુલર બૉડી માટે આખા વિશ્વમાં જાણીતી છે. અલીનાની બૉડીને જોઈને લોકોનો પરસેવો છૂટી જાય છે. 39 વર્ષની અલીનાની હાઈટ 5 ફૂટ 6 ઈંચ છે અને વજન 107 કિલોગ્રામ છે. વ્યવસાયે જિમ ટ્રેનર અલીનાએ વેટ લિફ્ટિંગની ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. તેમના આ નિર્ણયથી તેમને બાકીની મહિલાઓથી અલગ બનાવી દીધી. જ્યારે અલીના 19 વર્ષની હતી ત્યારથી તેમણે બોડી બિલ્ડિંગ શરૂ કરી દીધુ હતું. તેમની આટલા વર્ષની મહેનતે તેમને બોડી બિલ્ડિંગના ખિતાબ અપાયા છે.

વર્ષ 2000માં તેમણે પ્રથમ વખત લોકલ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપમાં તેમણે બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ એક દિવસ હતો અને આજે પણ અલીનાએ પાછું વળીને જોયુ નથી. વર્ષ 2011માં તેમણે મિસ ઓલમ્પિયાનો ખિતાબ જીત્યો હતો. પોપાને બોડી બિલ્ડિંગ માટે એવી ધગશ હતી કે 2015માં ઈન્જરીને કારણે તેઓ વર્લ્ડ ચેમ્પિયશીપમાં ભાગ લઈ શકી નહોતી. પરંતુ સખત પરિશ્રમ દ્વારા તેમણે 2016માં ફરી વાપસી કરી હતી અને 2016માં WOS Rising Phoenix World Championships ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. વર્ષ 2018માં જ તેમણે Rising Phoenix World Championship પણ જીત્યું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter