GSTV

AMUમાં નાગરિકતા સંશોધન કાયદા પર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, યુનિવર્સિટી 5 જાન્યુઆરી બંધ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ રવિવારે નાગરિકતા સંશોધન કાયદા પર છાત્ર અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોરદારો હોબાળો અને બાદમાં પથ્થરમારો કર્યો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીને 5 જાન્યુઆરી સુધી  બંધ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું કે સેંકડોની સંખ્યામાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ વિશ્વવિદ્યાલયના બાબ-એ-સર-સૈય્યદ ગેટ પર એકઠાં થયા હતા અને અનેક જગ્યાએ લગાડવામાં આવેલા બેરિકેડ તોડી નાખ્યા હતા, તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. ત્યારે પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ અથડામણને ધ્યાનમાં રાખીને વહિવટી તંત્ર દ્વારા અલીગઢ, સહારનપુર અને મેરઠમાં ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાડવામાં આવી છે.

રાજ્યના એડીજીપી અજય આનંદે કહ્યું કે પોલીસ યુનિવર્સિટીમાં તહેનાત છે અને સ્થિતિ કાબૂમાં છે. કાયદા વ્યવસ્થા બનાવી રાખવા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવવામાં આવશે. તો યુપીના સીએમ યોગી આદિત્યનાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં બબાલ ત્યારે શરૂ થઈ જ્યારે વિદ્યાર્થીઓએ જામિયાના છાત્રોના સમર્થનમાં કેમ્પસમાં માર્ચનું આયોજન કર્યુ હતું. વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરિસરની બહાર જવા માગતા હતા.

ત્યારે વિશ્વવિદ્યાલય પ્રશાસને તેમને રોક્યા, જા બાદ પોલીસની સાથે વિવાદ વધ્યો અને હિંસા ભ ડકી હતી. રવિવારે મોડી રાત્રે પોલીસે યુનિવર્સિટીમાં એન્ટી રાયટ્સ વ્હીકલને સ્ટેન્ડબાય રાખી હતી.

READ ALSO

Related posts

કાયમ સુંદર દેખાવા માટે આ રહી ટિપ્સ, આટલુ કરશો કાયમ લાગશો યુવાન

Pravin Makwana

Corona Vaccine : જાણો ભારત બાયોટેકની વૈક્સિનનું ટ્રાયલ યૂપીમાં ક્યારથી થશે શરૂ, કરાઈ રહી છે આ તૈયારી

Mansi Patel

યૂપીઃ ઓફિસરો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને પત્ની સાથે DM બંગ્લામાં ધરણા ઉપર બેસ્યા SDM

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!