GSTV

મુસ્લિમ યુવકને ગીતા વાંચવી પડી ભારે, પાડોશીઓએ પીટાઈ કરી નાખી

Last Updated on July 5, 2019 by Mayur

ઉત્તર પ્રદેશમાં એક આધેડ વયના મુસ્લિમ વ્યક્તિને રામાયણના પાઠ વાંચવા ભારે પડી ગયા છે. તેના જ પાડોશીઓએ તેને ઢોર માર માર્યો છે. માત્ર ઢોર માર મારવામાં નથી આવ્યો પણ આ મુસ્લિમ વ્યક્તિના હાર્મોનિયમને પણ તોડી નાખવામાં આવ્યું છે. અલીગઢના શાહજમલ નામના વિસ્તારમાં 55 વર્ષીય દિલશેર નામનો વ્યક્તિ રહે છે. દિલશેર એક ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડની નોકરી કરતો હતો. દિલશેર ફેક્ટરીથી પરત ફરતા રોજ ઘરે આવતો અને પોતાના હાર્મોનિયમથી રામાયણ અને ગીતાનું પઠન કરતો હતો.

4 જુલાઈએ તે પોતાની દૈનિક ક્રિયા કરી રહ્યો હતો. રાતની શિફ્ટ કરી ઘરે પરત ફર્યો. સવારના 9 વાગ્યાની આસપાસ ઘરમાં બેસી ગીતાના પાઠ કરી રહ્યો હતો. એ પછી સમીર અને ઝાકીર નામના યુવકોએ તેના ઘરમાં ઘુસીને મારપીટ કરી નાખી. મારપીટ જ નહીં પણ દિલશેરનું હાર્મોનિયમ પણ તોડી નાખ્યું. સાથે જ તેના રામાયણ અને મહાભારતના પુસ્તકો પણ તેની પાસેથી લઈ ગયા. જેનું તે રોજ પઠન કરતો હતો.

આ અંગે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં દિલશેરે કહ્યું કે, હું પાછલા 38 વર્ષથી આ પુસ્તક વાંચી રહ્યો હતો. હું મુસ્લિમ છું પણ મારો ધર્મ મને બીજા ધર્મના પવિત્ર પુસ્તકો વાંચતા રોકતો નથી.

હાલ દેહલી ગેટ પોલીસ સ્ટેશન પર સમી અને ઝાકિર સહિત અજ્ઞાત યુવકો વિરૂદ્ધ આઈપીસી કલમની ધારા 298 (ધાર્મિક ભાવના દુભાવવી), 323 (મારપીટ કરવી અને ઈજા પહોંચાડવી), 452 ખોટી રીતે ઘરમાં ઘુસણખોરી કરવી, 504 (શાંતિ ભંગ કરવાની કોશિશ કરવી અને 506 (અપરાધિક કામ કરવા) જેવી વિવિધ કલમો ફાઈલ કરી દીધી છે.

દેહલી ગેટના પોલીસ અધિકારી ઈન્દ્રેશ પાલ સિંહે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કહ્યું છે કે, હાલ આ ઘટનાની પારદર્શક રીતે તપાસ થઈ રહી છે. આરોપીઓ વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી દાખલ કરવામાં આવશે. ખબરો છે કે પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

READ ALSO

Related posts

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel

સજાતીય સંબધને મળી મંજૂરી: ધરતી પરનાં સ્વર્ગ ગણાતા દેશના 2/3 લોકો મારી મહોર, હવે લગ્ન પણ કરશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!