GSTV
Home » News » ચારેતરફ PM મોદીની પબ્લિસીટી થઇ રહી છે, આટલા રૂપિયા આવે છે ક્યાંથી?

ચારેતરફ PM મોદીની પબ્લિસીટી થઇ રહી છે, આટલા રૂપિયા આવે છે ક્યાંથી?

લોકસભા ચૂંટણીનાં બીજા તબક્કા માટે આગામી 18 એપ્રિલનાં રોજ મતદાન થશે. તેવામાં દરેક રાજકિય પક્ષો પ્રચાર અભિયાનમાં કોઇ કસર છોડતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી,મબાસચિવ પ્રિયકાં ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધીયાએ આજે યુપીનાં અલીગઢની મુલાકાત કરી હતી. તેમણે ફતેહપુર સિકરીથી રેલી શરૂ કરી હતી. ત્યારે રાહુલ ગાંધીએ પહેલા ન્યુનતમ આય યોજના(NYAY)રથનો લીલીઝંડી બતાવી હતી.ત્યારબાદ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં.

મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ જણાંવ્યું કે,આજે દરેક જગ્યાએ માત્ર પીએમ મોદીની વાહવાહી થઇ રહિ છે. ટીવી-અખબારો પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે?  કારણ કે ટીવી પર 30 સેકન્ડ માટે લાખો રૂપિયા ચુકવવા પડે છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપીના ફતેહપુર સિકરીમાં જનસભા સંબોધતા જણાવ્યુ કે દેશમાં કોંગ્રેસની સરકાર આવશે તો અનિલ અંબાણ પાસેથી નાણા લઈને દેશના ગરીબને આપીશુ. પરંતુ ગરીબોને ન્યાયની યોજનાનો લાભ આપવા માટે કોંગ્રેસ કોઈપણ પ્રકારનો ટેક્સ નહી વધારે. તેમણે કહ્યુ કે સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવાની વાત કરશે તો અમે પણ ખેડૂતોના દેવા માફીની વાત બંધ કરીશું.

યુપીમાં ભાજપની સરકાર હોવા છતા ખેડૂતોની સ્થિતિ વધારે કથળી છે. યોગી સરકારે ખેડૂતો માટે કોઈપણ પ્રકારનું કામ કર્યુ નથી. યોગી સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો. જોકે તેમણે આ વાયદો પૂર્ણ કર્યો નથી. જોકે તેની સામે અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ખેડૂતો માટે દર વર્ષે એમએસપીમાં વધારો કરવાના છીએ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદી સરકાર ભલે 15 લાખ રૂપિયા ન આપે પરંતુ કોંગ્રેસ ગરીબને વર્ષે 72 હજાર રૂપિયા આપશે. આજે દેશમાં સામાન્ય જનતાના નાણા ચોરને આપવામાં આવી રહ્યા છે. તેમણે પાંચ વર્ષે પહેલા અચ્છે દિનના વાયદા કર્યા હતા. જોકે આજે ચોકીદાર જ ચોર બની ગયા છે. અને અચ્છે દિનના વાયદાને ભૂલી ગયા છે.

READ ALSO 

Related posts

‘અમારા પાંચ વર્ષના કામ કોંગ્રેસના 55 વર્ષના કામ ઉપર ભારે, NDAને મળશે 400 સીટ’

Alpesh karena

ભાજપે આ લોકસભામાં કેમ ન કરી ગુજરાત મોડેલની ચર્ચા, આ છે ખરું કારણ

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi