GSTV

પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક રસપ્રદ ઘટના બની છે. અલીગઢમાં એક યુવતિ પોતાના લગ્ન માટે ગામની અંદર રોડ બનાવવાની માંગ સાથે જિલ્લાધિકારી પાસે પહોંચી હતી. યુવતિએ જિલ્લાધિકારીને જણાવ્યું કે, જલ્દી તેના લગ્ન થવાના છે અને ગામમાં જવાનો જે રોડ છે તે ખૂબ ખરાબ છે. જેથી જ્યારે જાન આવશે ત્યારે તેમને પણ મુશ્કેલી પડશે.

જિલ્લાધિકારીએ તાત્કાલિક યુવતિની ફરિયાદ સાંભળીને સંબંધિત અધિકારીઓને લગ્ન પહેલા રોડ બનાવવાના નિર્દેશ આપ્યા છે. જિલ્લાધિકારીએ અધિકારીઓને કહ્યું કે, જ્યારે આ રોડનું કામ થઇ જાય ત્યારે તેમને જાણ કરવામાં આવે. જિલ્લાધિકારીની આ વાત સાંભળીને યુવતિ ખુશ થઈ ઘરે ગઇ હતી. ગામનો રોડ મંજૂર થતા ગામના લોકો પણ ખૂશ થયા છે.

આ યુવતિનું નામ કરિશ્મા છે, જેની ઉંમર 27 વર્ષની છે. બીએડ પાસ કરિશ્માના લગ્ન ફેબ્રુઆરીમાં થવાના છે. તે જે ગામની અંદર રહે છે, ત્યાંના રોડ ઘણા ખરાબ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી થઇ રહી છે. રસ્તામાં ખાડાઓ છે, કાદવ છે જેના કારણે રાત્રિના સમયે દુર્ઘટના થવાની શક્યતા પણ છે. તેવામાં પોતાની જાન કઇ રીતે આવશે તેની કરિશ્માને ચિંતા હતી.

કરિશ્માના પરિવારનું કહેવું છે કે તૂટેલા ફૂટેલા રોડ પરથી જાન ઘરે આવત તો કરિશ્માના સાસરામાં નીચું જોવું પડત. ઘરના લોકોની બદનામી ન થાય અને જાનના લોકોને પણ મુશ્કેલી ન પડે તે માટે કરિશ્મા જિલ્લાધિકારી પાસે પહોંચી અને તેને ફરિયાદ કરી છે.

જિલ્લાધિકારી ચંદ્ર ભૂષણ સિંહે જણાવ્યું કે, કરિશ્મા નામની યુવતિ મારી પાસે ફરિયાદ લઇને આવી હતી. જેમાં લખ્યું હતું કે, 27 ફેબ્રુઆરીએ તેમના લગ્ન છે અને ગામનો રોડ ખરાબ છે. ત્યારબાદ આ ફરિયાદ પર તરત એક્શન લેવાના આદેશ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!