GSTV
Gujarat Government Advertisement

શરજીલ ઈમામનો વીડિયો વાયરલ, ભડકાઉ ભાષણને લઈને અસમ અને યુપીના અલીગઢમાં ફરિયાદ દાખલ

Last Updated on January 25, 2020 by Mansi Patel

આસામને ભારતથી અલગ કરવાના નિવેદન વાળો જેએનયુ ના વિદ્યાર્થી નેતા શરજીલ  ઈમામનો વીડિયો વાયરલ  થયો છે. આ ભડકાઉ ભાષણને લઈને અસમ અને યુપીના અલીગઢમાં ફરિયાદ દાખલ થઈ છે. વાયરલ થયેલો વીડિયો 16 જાન્યુઆરીનો છે..અને અલીગઢનો છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગત 16 જાન્યુઆરીએ શરજીલ ઈમામે ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. જેને લઈને તેની સામે અલીગઢ પોલીસે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. જ્યારે આસામ પોલીસે પણ ફરિયાદ દાખલ કરી છે.સરજીલ ઈમામ જ દિલ્હીના શાહીન બાગ ખાતે સીએએ વિરુદ્ધમાં આયોજિત ધરણા કાર્યક્રમના આયોજકોમાં એક છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયોમાં જેએનયુ વિદ્યાર્થી નેતા સરજીલ દિલ્હીના શાહીન બાગ ખાતે આયોજિત ધરણા પ્રદર્શનમાં સામેલ લોકો મુસ્લિમોની શરતો સાથે આવીને ઉભા રહે તેવી માંગ કરી છે. આમ શાહીન બાગમાં પ્રદર્શન ભડકાવવામાં પણ તેની ભૂમિકા હોય તેમ દેખાય છે. જેએયુ ના વિદ્યાર્થી નેતા સર્જિલ ઈમામ ઓર્ગેનાઈઝડ આંદોલન અને નોર્થ  ઈસ્ટને ભારતથી અલગ કરવાની વાતો પણ કહેતો નજરે પડે છે. અને તે માટે તે સમગ્ર પ્લાન આપતો પણ નજરે પડ્યો.

શાહીન બાગના પ્રદર્શન આયોજકોમાં એક એવો શર્જિલ ઈમામ આસામમાં મુસ્લિમોની કથિત સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરતો દેખાય છે. અને  તે આસામમાં સેનાથી માંડીને સપ્લાયની તમામ ચીજ બંધ કરવાની પણ હિમાયત કરતો નજરે પડે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!