ઉત્તર પ્રદેશના અલીગઢમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર ભારે પથ્થરમારો થયો છે. આ અથડામણમાં એક પોલીસ જવાન ઘાયલ થયો છે. તેને માથામાં ઈજા થઈ છે. વાસ્તવમાં, લોકડાઉન દરમિયાન માર્કેટ ઓપનિંગનો સમય 6 થી 10 છે. સમય પુરો થતાં પોલીસે બજાર બંધ કરાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વહીવટી તંત્રે અલીગઢના કોતવાલી શહેરમાં આવેલા ભુજપુરામાં સવારે 6:00 થી સવારે 10: 00 સુધી માર્કેટ ખોલવાની મંજૂરી આપી છે. અંતે પોલીસ કર્મચારીઓએ શાકભાજી અને અન્ય દુકાનદારોને લોકડાઉનને અનુસરવા દુકાનો બંધ રાખવા જણાવ્યું હતું.
આ દરમિયાન પોલીસ અને દુકાનદારો વચ્ચે બોલાચાલી થઇ હતી અને સ્થાનિક લારીવાળાઓએ પોલીસકર્મીઓ ઉપર હુમલો કર્યો હતો. જોતજોતામાં મામલો એટલો વધી ગયો કે પોલીસે પથ્થરમારો શરૂ કરી દીધો. બનાવની માહિતી મળ્યા બાદ મોટી માત્રામાં પોલીસ ફોર્સ અને મહાનગર પાલિકાના કર્મચારીઓની ટીમ પણ સ્થળ ઉપર એકઠી થઈ હતી.
આ સમયગાળા દરમિયાન બંને પક્ષે લાંબા સમય સુધી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માહોલ જોઇને પોલીસ ફોર્સે લોકોને ભગાડી દીધા હતા. ત્યારે બજારમાં રસ્તા પર દુકાન ચલાવતાં શાકભાજી અને ફળ વેચનારા પોતાનો સામાન છોડીને ભાગી ગયા હતા. હાલમાં સ્થળ પર તનાવપૂર્ણ શાંતિ છે. આ ઘટનામાં એક પોલીસ જવાન પણ ઘાયલ થયો છે.
READ ALSO
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી
- રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું, આગામી 22થી 26 દરમિયાન માવઠાની આગાહી
- બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા