GSTV

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

Last Updated on July 28, 2021 by Karan

શું પૃથ્વી સિવાય કોઇ અન્ય ગ્રહો પર જીવન છે.શું એલિયનનું અસ્તિત્વ છે. આવા અનેક પ્રશ્નો વારંવાર ઉઠતા રહે છે. ત્યારે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા રિસર્ચે ફરી એક વખત એલિયનનું અસ્તિત્વ હોવા અંગે નવી ચર્ચા છેડી છે.અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી હતી. જેમાં 9 તારા જોવા મળ્યા હતા. પરંતુ ફક્ત અડધા કલાક પછી જ તસવીરના તમામ 9 તારા ગાયબ થઇ ગયા. સૌથી નવાઇની વાત એ છે કે સૌથી મોડર્ન ટેકનોલોજીથી ટેસ્ટ કર્યા બાદ પણ એ જાણી નથી શકાયું કે આખરે એ તારા ક્યાં ગયા.

પૃથ્વી ગ્રહ પર એલિયન્સ જોવા મળ્યાની ચર્ચાઓ

આપણા પૃથ્વી ગ્રહ પર એલિયન્સ જોવા મળ્યાની ચર્ચાઓ અને વાયકાઓ વારંવાર સમાચારોમાં રહે છે. એલિયન્સના અસ્તિત્વ અંગે હજુ સુધી કોઇ પ્રમાણભૂત પુરાવાઓ નથી મળ્યા પરંતુ અનેક સંશોધકો અને વૈજ્ઞાનિકો બીજી દુનિયા અને એલિયન્સના અસ્તિત્વ અંગે ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં બનેલી ઘટનાએ એલિયન્સના અસ્તિત્વને લઇને નવી ચર્ચા છેડી છે.

અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી

અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી હતી. જેમાં એક અત્યંત ચોંકાવનારી વાત સામે આવી. એ તસવીરો પૈકી એકમાં 9 જેટલા અજીબ કહી શકાય તેવા તારા જોવા મળે છે. પરંતુ માત્ર અડધા કલાક પછી જ તસવીરમાં રહેલા તમામ 9 તારા ગાયબ થઈ જાય છે.આ તસવીરો 12 એપ્રિલ 1950ની છે પરંતુ એના પર હવે વિજ્ઞાનીઓનું ધ્યાન ગયું છે. હાલમાં આ તસવીરો પર ભારત સહિત સ્વીડન… સ્પેન… યુએસ… યુક્રેનના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે… તેમણે તેમણે પોતાના શરૂઆતના અભ્યાસને પ્રકાશિત કર્યો છે… જેમાં અનેક પ્રકારની સંભાવનાઓની સાથે સૌથી વધુ જે વાત પર ભાર આપવામાં આવી રહ્યો છે કે એ 9 અજીબ તારા એલિયન શિપ હોઈ શકે છે.

તસવીરોમાં ચોંકાવનારી વિગતો સામે આવી

આ અગાઉ પણ અનેકવાર એલિયન્સને લઈને અનેક વાતો કરવામાં આવી છે… પરંતુ આ પ્રથમવાર છે કે જ્યારે સ્વીડનના નોર્ડિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ થિયોરેટિકલ ફિઝિક્સના વિજ્ઞાનીઓનું ગ્રુપ સ્વીકારી રહ્યું છે કે આકાશમાં બીજી દુનિયા પણ હોઈ શકે છે… એલિયનની થિયરીવાળો આ સ્ટડી નેચર મેગેઝિનમાં પબ્લિશ થયો છે… આ રિસર્ચમાં આર્યભટ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીઝ… નૈનિતાલના વિજ્ઞાની આલોક ગુપ્તા પણ સામેલ છે… તેમના કહેવા પ્રમાણે તસવીરો પર ઊંડા સંશોધન પછી પણ એ ન જણાવી શકાયું કે એમાં દેખાતી ચીજ શું છે.

સ્પેસમાં એવા કોઈ તારા નથી. આથી એ શું છે તેની કોઈને ખબર નથી. પરંતુ આકાશમાં બીજી દુનિયા હોવાનો ઈનકાર પણ ન કરી શકાય.. તેમના કહેવા પ્રમાણે આસમાનમાં થતા ઝડપી ફેરફારોને તપાસવાની બે રીત છે. ગ્રેવિટેશનલ લેન્સિંગ અને ફોસ્ટ રેડિયો બર્સ્ટ… પરંતુ આ બંનેથી તપાસ કર્યા પછી પણ ખ્યાલ ન આવ્યો કે આખરે આ 9 તારા શું છે… આમ હાલ તો આ 9 તારાઓ ગાયબ થયાનું કારણ જાણવા માટે દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકો ઉંધા માથે થયા છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!