GSTV
Home » News » UC Browserએ રજૂ કર્યુ UC Drive, Google Driveની જેમ જ મળશે 20GB સ્ટોરેજ FREE

UC Browserએ રજૂ કર્યુ UC Drive, Google Driveની જેમ જ મળશે 20GB સ્ટોરેજ FREE

અલીબાબાનું UC Browser ભારતમાં UC Drive લઈને આવી રહ્યુ છે. આ ક્લાઉડ બેસ્ડ સર્વિસ છે. તેને ભારતમાં પહેલીવાર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ક્લાઉડ બેસ્ડ ડ્રાઇવ પર, યુઝર્સ ફોટા, વિડિઓઝ અને ફાઇલો સ્ટોર કરી શકશે. UC Browser ભારતમાં ઘણું લોકપ્રિય છે અને હવે તેમાં UC Driveની ફીચર જોડાશે. કંપનીના જણાવ્યા મુજબ UC Browser માટે ભારત સૌથી મોટું માર્કેટ છે અને તેને ધ્યાનમાં રાખીને કંપની અહીં UC Drive અહીં લોન્ચ કરી રહી છે.

UC Drive હેઠળ, તમને 20 GB મફત ડેટા સ્ટોરેજ આપવામાં આવશે, એટલે કે USB Drive અથવા હાર્ડ ડિસ્ક વિના, તમારો ડેટા સંગ્રહિત કરવામાં આવશે, જે તમે વિશ્વના કોઈપણ ખૂણાથી એક્સેસ કરી શકશો. તમારે 20GBસુધી સ્ટોરેજ માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં અથવા એકાઉન્ટ બનાવવું પડશે નહીં. UC Browserના જણાવ્યા મુજબ, યુઝર્સને UC Driveમાં અમર્યાદિત ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આ સિવાય, કંપનીએ એવો દાવો પણ કર્યો છે કે તમે UC Driveમાંથી ઓછામાં ઓછા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરીને તમારી ફાઇલોને બ્રાઉઝ અને ડાઉનલોડ કરી શકો છો.

UC Driveનાં ખાસ ફિચર્સ

  • UC Drive હોવા પર યુઝર્સ પોતાની ફાઈલ્સને સરળતાથી ડાઉનલોડ કરી શકશે. તેના માટે અહીં ‘Save to drive’ ઓપ્શન  આપવામાં આવશે જેને યુઝ કરીને તમે ક્લાઉડથી સીધુ પોતાના ડિવાઈસ પર ફાઈલ્સને ડાઉનલોડ કરી શકશે.
  • UC Browserનો ઉપયોગ કરીને, તમે મોબાઇલ ડિવાઈસની મેમરીનો વપરાશ કર્યા વિના ડાઉનલોડ થતા કન્ટેન્ટને સેવ કરી શકશો.
  • UC Drive દ્વારા તમે ફાઇલ શેરિંગ પણ કરી શકો છો. યુઝર્સ ઝડપથી એકબીજા સાથે ફાઇલો શેર કરી શકશે. જો કે તે ફાઇલ ટ્રાન્સફર એપ્લિકેશન જેવું નહીં હોય, પરંતુ આ ક્લાઉડ સ્ટોરેજ છે જ્યાંથી તમારે બીજા યુઝર્સની સાથે ફાઈલ્સ ટ્રાન્સફર કરવામાં સરળતા રહેશે.
  • UC Drive પર એકાઉન્ટ બનાવવાનું મફત છે અને યુઝર્સને  20 GB ફ્રી ડ્રાઇવ મળશે. સામાન્ય રીતે, Google, One Drive, અને Dropbox જેવી અન્ય કંપનીઓ તેમના યુઝર્સને 15 GB અથવા તેના કરતાં પણ ઓછું ફ્રી સ્ટોરેજ આપે છે.

UC Drive પર મળતી ઓફર

કંપની UC Drive ભારતમાં લોન્ચ કરી રહી છે. એટલા માટે તમને તેની ઉપર ઓફર્સ પણ આપવામાં આવે છે. યુઝર્સને મળશે 20 ગ્રામ ગોલ્ડ અને સ્માર્ટફોન જીતવાની તક. એટલું જ નહી અમેઝોન અને ઓયોના 50 મિલિયન વેલ્યૂનાં કૂપન્સ પણ છે જેને યુઝર્સ જીતી શકે છે. ઉલ્લેખનીય છેકે, આ ઓફર્સનો લાભ ઉઠાવવા માટે કંપનીએ 13 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીનો સમય રાખ્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ભુજની સહજાનંદ કોલેજના વિવાદ મામલે 4 લોકોની ધરપકડ, મહિલા આયોગે આપી આ ખાતરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!