GSTV
Home » News » મારી કંપનીમાં કામ કરવું હોય તો 8 નહીં 12 કલાક આવો

મારી કંપનીમાં કામ કરવું હોય તો 8 નહીં 12 કલાક આવો

અલીબાબા ગ્રુપના ફાઉન્ડર જેક માએ ઓવરટાઈમનું સમર્થન કરતાં નોકરી અને જીવનશૈલી વચ્ચેની તાલમેલને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર પીપુલ્સ ડેલીના તંત્રીએ લખ્યું છે કે, ઓવરટાઈમને ફરજીયાત કરવો એને અભિમાન દર્શાવે છે. જે કર્મચારીઓ સાથે અન્યાય અને અવ્યાવહારિક છે.

ચીનના સૌથી અમીર વ્યક્તિ જેક માએ ગત્ત અઠવાડિયે કહ્યું હતું કે, તેમની કંપનીમાં કામ કરવા માટે 12 કલાક નોકરી કરવી પડશે. તેમને 8 કલાક કામ કરવાનો વિચાર રાખનારા લોકોની જરૂર નથી.

જેક માના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની આકરી ઝાટકણી કાઢી હતી. તો બીજી તરફ કેટલાક લોકો સમર્થન કરી રહ્યા છે કે ચીનની અર્થવ્યવસ્થા હાલ મંદીમાંથી પસાર થઈ રહી છે જેથી આ જરૂરી છે.

જેક માના નિવેદનની નિંદા કરનારાઓને જવાબ આપતા જેક માએ કહ્યું હતું કે, કામ કરવામાં ખુશી મળવી જોઈએ. તેમાં અભ્યાસ માટે સમય હોવો જોઈએ અને ખુદને ઈમ્પ્રૂવ કરવા જોઈએ.

પાછલા કેટલાક સમયથી ચીનમાં ઓવરટાઈમનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એવી ફરિયાદો મળી રહી છે કે, કામના કલાકોના કારણે ત્યાં જન્મદર ઓછો થઈ રહ્યો છે. કેટલાક કર્મચારીઓની થઈ રહેલી મોતની ઘટનાને પણ ઓવરટાઈમ સાથે જોડવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!