અલીબાબાના CEO અને 25 ખરબ રૂપિયાના માલિક જૈક મા જોવા મળશે ફિલ્મોમાં

ચીનની ઇ કોમર્સ કંપની અલીબાબાના સીઇઓ જેક મા હવે ફિલ્મોના રસ્તે પણ નાણા કમાશે. તેઓ જલદીથી ફિલ્મોમાં જોવા મળી શકે છે. જેક મા ચીનની પારંપરિક માર્શલ આર્ટ કુંગ ફુને પ્રોત્સાહન આપવા એક શોર્ટ ફિલ્મ શુઓ દાઓમાં કામ કરતા જોવા મળશે.

 

આ ફિલ્મમાં તે સ્ટંટ પણ કરશે. તેમણે પોતાની ફિલ્મ પ્રમોશન કરતી તસવીર પણ શેર કરી હતી. જેક મા ફિલ્મમાં  માર્શ આટ એકસપર્ટ જેટ લીનું પાત્ર નિભાવશે.  આ ફિલ્મનું પ્રોડક્શન  જેટલી એ કર્યું છે.  અને ફિલ્મનું એક પોસ્ટર પણ રીલીઝ કરી દેવામાં આવ્યું છે.

જેક મા સાથે ફિલ્મમાં  ડોલી યેન અને ટોની જા પણ જોવા મળશે. જેક મા આ ફિલ્મના લીડ હિરો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter