GSTV
Bollywood Entertainment Trending

લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ

અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની વાતથી ફરી રહી છે અને કયારેય કોઈને પોતાની વાત કહેવાથી ગભરાતી નથી. અભિનેત્રી હંમેશા ટ્રોલર્સના નિશાના પર રહે છે. હવે તેનો લગ્નેતર સંબંધોનો બચાવ કરતો એક જૂનો વીડિયો ઈન્ટરનેટ પર અચાનક જ વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેને ‘હવે રણબીર કપૂરનો વારો આવવા દે ‘ એમ કહીને ટ્રોલ કરી છે.

આલિયા

ઉલ્લેખનીય છે કે, મહેશ ભટ્ટે કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને પુત્રી પૂજા ભટ્ટ છે. પછીથી મહેશ ભટ્ટ અને સોની રાઝદાન વચ્ચે સંબંધો બંધાયા હતા. આથી મહેશ ભટ્ટે કિરણને છૂટાછેડા આપ્યા વિના સોની રાઝદાન સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. આલિયા મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની પુત્રી છે.

હવે આલિયાનો ‘કલંક ‘ ફિલ્મના પ્રમોશન વખતનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. તેને લગ્નેત્તર સંબંધ વિશે પુછવામાં આવ્યુ હતું. ત્યારે તેણે પ્રત્યુત્તરમાં કહ્યુ હતું કે, મારા પિતા અને મારી માતા વચ્ચે અફેયર હતું. જીવનમાં કદી કદી આવી ઘટનાઓ ઘટી જતી હોય છે. ઇન્ટરવ્યુમાં આગળ, 30 વર્ષીય અભિનેત્રીએ ખુલાસો કર્યો કે બેવફાઈ આપણા સમાજમાં ખૂબ પ્રખ્યાત છે અને ઉમેર્યું કે કોઈપણ વ્યક્તિએ તેની સામે સારી રીતે ડિલ કરવી જોઈએ. આલિયાએ કહ્યું- તમે એમ ન કહી શકો કે હવે એવું નથી. તે થાય છે! તેથી તેને સમજવાનો પ્રયાસ કરો, તેને અલગ રીતે જુઓ અથવા તેની સાથે અસંમત થાઓ, પરંતુ તેના પર કંઈ પૂછશો નહીં. હું દગાને સમર્થન નથી આપતી પરંતુ લોકોને સમજવાનો પ્રયાસ કરું છું.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આલિયાને ભારે ટ્રોલ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે રણબીર કપૂર પણ તારી સાથે ચીટીંગ કરશે ત્યારે તને લગ્નમાં દગાનો મતલબ સમજાશે.

READ ALSO

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV